GSTV
Gujarat Government Advertisement

Big News : આજે વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી શકે છે નીતિશ કુમાર, 15 નવેમ્બરે થશે NDAના ધારાસભ્યોની બેઠક

Last Updated on November 13, 2020 by Mansi Patel

વર્તમાન બિહાર સરારની છેલ્લી કેબિનેટ બેઠક શુક્રવારે સાંજે 4 વાગ્યે થશે. બેઠકમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર વર્તમાન વિધાનસભાને ભંગ કરવાનો નિર્ણય લેશે અને તમામ સદસ્યો પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપશે. બિહાર સરકારના મંત્રિમંડળ સચિવાલય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા પત્ર અનુસાર કેબિનેટ બેઠક વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી થશે.

એનડીએ દિવાળી પહેલા નવા નેતાને ચૂંટશે

આ વચ્ચે સમાચારો આવી રહ્યાં છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બહુમત પ્રાપ્ત કરનાર એનડી હવે દિવાળી પહેલા પોતાના નવા નેતા ચૂંટશે. 15 નવેમ્બર એટલે કે રવિવારે બપોરે 12.30 વાગ્યે એનડીએના ધારાસભ્ય દળની બેઠક થશે. જેમાં નવા નેતાને ચૂંટવામાં આવશે. મળેલી જાણકારી પ્રમાણે આ પહેલા ભાજપા ધારાસભ્યની દળની બેઠક થશે.

મીટીંગમાં આ મુદ્દે થશે ચર્ચા

બિહાર વિધાનસભાની ચૂંટણી પરિણામ બાદ 243 સદસ્યના સદનમાં 125 સીટો પર જીતની સાથે એનડીએને પૂર્ણ બહુમત મળ્યું છે. હવે પ્રદેશમાં નવી સરકારની રચનાની કવાયત ઝડપી બનાવી દીધી છે. શુક્રવારે એનડીએની અનૌપચારિક બેઠક થઈ હતી. જેમાં તમામ ચાર દળો ભાજપ, જદયુ, હિન્દુસ્તાની આવામ મોર્ચા અને વિકાસશીલ ઈન્સાન પાર્ટીના મોટા નેતા શામેલ થશે. આ મીટીંગમાં નવી સરકારના સ્વરૂપને લઈને ચર્ચા થઈ છે. આવનારા કેટલાક દિવસોમાં એનડીએ વિધાનમંડળ દળની બેઠકમાં નક્કી કરવામાં આવશે કે કોણ તેનો નેતા હશે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ બેઠક 15 નવેમ્બરના રોજ ભાજપા ધારાસભ્ય દળની બેઠક બાદ થઈ શકે છે.

Gujarat Government Advertisement

Related posts

ભાજપ કે મોદી, શાહ નહીં રાજસ્થાનમાં ચાલ્યું ‘વસુંધરા લાઓ’ અભિયાન : પડ્યા ભાગલા, પુનિયાએ કહ્યું પાર્ટીથી મોટો કોઈ નેતા નહીં

Dhruv Brahmbhatt

ઇન્ડિયા He છે કે She/ રાહુલ ગાંધીના એક ટ્વીટ પર શરૂ થઇ ગઈ ચર્ચા! કોનો તર્ક કેટલો સાચો?

Pritesh Mehta

લાપરવાહી/ બિહારમાં એક જ મહિલાને પાંચ મિનિટના સમયમાં કોવિશિલ્ડ અને કોવાક્સીન બંને ડોઝ આપ્યા, મહિલાને મોનિટરિંગ હેઠળ રાખી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!