GSTV
Home » News » નીતિશ કુમાર : પહેલા ગંગાનું પાણી પીવાલાયક હતું, પરંતુ હવે ન્હાવાને લાયક પણ રહ્યું નથી

નીતિશ કુમાર : પહેલા ગંગાનું પાણી પીવાલાયક હતું, પરંતુ હવે ન્હાવાને લાયક પણ રહ્યું નથી

એક તરફ ગંગા નદીના સ્વચ્છતા અભિયાનની વાતો થઈ રહી છે. ત્યારે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે કહ્યુ છે કે દેશની આઝાદી બાદ વિકાસ પ્રત્યે એવી માનસિકતા બની છે કે જેના કારણે પર્યાવરણની ચિંતા જ છોડી દેવામાં આવી. તેનું પરિણામ પણ જોવા મળી રહ્યું છે.

એનડીએમાં સામેલ ભાજપના સાથીપક્ષ જેડીયુના અધ્યક્ષ નીતિશ કુમારે કહ્યુ છે કે પહેલા ગંગાનું પાણી પીવાલાયક હતું. પરંતુ હવે ગંગાનું પાણી ન્હાવાને લાયક પણ રહ્યું નથી. પટના ખાતે અધિવેશન ભવનમાં વિકાસ પ્રબંધન સંસ્થાના દ્વિતિય દિક્ષાંત સમારંભમાં બોલતા નીતિશ કુમારે વિકાસની પરિકલ્પના પણ સમજાવી હતી.

નીતિશ કુમારે કહ્યુ હતુ કે તેમના માટે વિકાસની પરિકલ્પના ન્યાય સાથે વિકાસ છે. જેમાં સમાજના તમામ વર્ગો, સમુદાયો અને વિસ્તારોનો સમાન વિકાસ થાય અને તમામ વિકાસના મુખ્યપ્રવાહમાં સામેલ થાય. નીતિશ કુમારે કહ્યુ છે કે આજની વિકાસની અવધારણામાંથી પર્યાવરણ ગાયબ છે.

પર્યાવરણને બચાવવા પર ભાર મૂકતા તેમણે કહ્યુ છે કે વિકાસ એવો હોવો જોઈએ કે પર્યાવરણને પણ નુકસાન થાય નહીં અને પ્રાથમિક સુવિધાઓ પણ પ્રાપ્ત થઈ શકે.

નીતિશ કુમારે કહ્યુ છે કે સામાજિક રીતે પછાત વર્ગના લોકોને સમાન સ્તરે લાવવાની જરૂરત છે. તેના માટે આ લોકોને વિશેષ અવસર મળવા જોઈએ. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે કહ્યુ છે કે રાજ્ય સરકાર સુશાસન અને ન્યાયની સાથે વિકાસના સિદ્ધાંત પર રાજ્યના વિકાસની કોશિશ કરી રહી છે. તેમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, સ્વચ્છતાનો સમાવેશ થાય છે.

જેડીયુ અધ્યક્ષે ક્હ્યુ છે કે માત્ર કોમ્પ્યુટર જ્ઞાન અને અક્ષર જ્ઞાનથી વિકાસના લક્ષ્યો પૂર્ણ થઈ નહીં શકે. તેના માટે પાયાગત જ્ઞાનની પણ જરૂર છે.

Related posts

આ મઠ જૂની પરંપરા તોડી રચશે ઈતિહાસ, મુસ્લિમ યુવકને બનાવશે મુખ્ય પૂજારી

Mayur

વાતો કરવામાં અને દેશ ચલાવવામાં ઘણું જ અંતર હોય છે મોદીજી

Mayur

તિરૂવનંતપુરમથી બેંગ્લોર જઈ રહેલ બસ કન્ટેનર સાથે અથડાતા 20 લોકોના મોત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!