GSTV
India News ટોપ સ્ટોરી

નીતિશ કેબિનેટનો વિસ્તાર/ જોવા મળ્યો તેજસ્વીનો દબદબો, જાણો તેજ પ્રતાપ સહિત કોણે લીધા મંત્રી પદના શપથ

નીતિશ

Nitish Kumar Cabinet Expansion: બિહારમાં સત્તા પરિવર્તન બાદ રાજકીય વાતાવરણ ગરમાયું છે. નીતિશ કુમારે પોતાનો પક્ષ બદલ્યો અને NDA છોડીને મહાગઠબંધન સાથે સરકાર બનાવવાનો નિર્ણય કર્યો. નીતિશ પોતે મુખ્યમંત્રી હતા અને આરજેડી નેતા તેજસ્વી યાદવે બીજી વખત નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. બીજી તરફ, સત્તાથી બહાર રહેલ ભાજપ હવે સીએમ નીતિશ કુમાર અને મહાગઠબંધન સરકાર પર સતત હુમલો કરી રહી છે. તેવામાં બિહારમાં પાંચ દિવસ પહેલા નીતિશ કુમારના નેતૃત્વમાં બનેલી મહાગઠબંધન સરકાર આજે વિસ્તરી છે. મહાગઠબંધન સરકારના અનેક મંત્રીઓએ રાજભવનના રાજેન્દ્ર મંડપમ ખાતે શપથ લીધા. કેબિનેટ વિસ્તરણમાં આરજેડીનો દબદબો જોવા મળ્યો હતો. કોંગ્રેસ અને જીતન રામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાની અવમ મોરચા (HUM) પણ કેબિનેટમાં સામેલ થયા. કોંગ્રેસના બે, હમમાંથી એક અને એક અપક્ષ ધારાસભ્યે પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.

કોણ બન્યા મંત્રી

લાલુ પ્રસાદના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને ફરીથી નીતિશ કેબિનેટમાં સ્થાન મળ્યું છે. જ્યારે આલોક મહેતાના પુત્ર સુધાકર સિંહ અને પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સમીર મહાસેઠને પણ RJD ક્વોટામાંથી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. અહીં જેડીયુની વાત કરીએ તો તેના મંત્રીઓમાં બહુ ફેરબદલ નથી થયો. વિજય કુમાર ચૌધરી, વિજેન્દ્ર પ્રસાદ યાદવ, લેસી સિંહ, અશોક ચૌધરી, શ્રવણ કુમારને ફરીથી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસમાં નારાજગી

કોંગ્રેસ વતી અફાક અહેમદ અને મુરારી ગૌતમે શપથ લીધા. જો કે મંત્રીમંડળમાં યોગ્ય પ્રતિનિધિત્વ ન મળતા કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસના કાર્યકરો કેબિનેટમાં પાંચ પદની માંગ કરી રહ્યા હતા. અહીં અપક્ષ સુમિત કુમાર સિંહ અને સંતોષ સુમન પણ HAM વતી મંત્રી બન્યા. કેબિનેટમાં વિભાગોની વાત કરીએ તો, સૂત્રોનો દાવો છે કે પાછલી સરકારમાં ભાજપના ક્વોટાના વિભાગો આરજેડી પાસે જઈ શકે છે. આરજેડી ધારાસભ્ય અવધ બિહારી ચૌધરીનું નામ પણ વિધાનસભા અધ્યક્ષ માટે ચાલી રહ્યું છે.

Read Also

Related posts

મુંબઇમાં રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી, લેન્ડલાઈન નંબર પર આવ્યો કોલ

Hemal Vegda

તેલંગાણા સીએમ કેસીઆરે તેલંગાણા રાષ્ટ્ર સમિતિને બનાવી દીધી ભારત રાષ્ટ્ર સમિતિ, રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશનો તખ્તો તૈયાર

HARSHAD PATEL

PM મોદીના શાંતિ આહ્વાન બાદ ઝેલેન્સકી પુતિન સાથે વાતચીત નહીં કરે, શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા માટે ભારતની તૈયારી

pratikshah
GSTV