GSTV
Home » News » અરૂણ જેટલીના ખબર અંતર પુછવા નેતાઓની લાઈનો લાગી, તબિયત અત્યંત ગંભીર

અરૂણ જેટલીના ખબર અંતર પુછવા નેતાઓની લાઈનો લાગી, તબિયત અત્યંત ગંભીર

એઈમ્સમાં દાખલ પૂર્વ નાણામંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અરૂણ જેટલીના સ્વાસ્થ્યને જાણવા નેતાઓની કતાર લાગી છે. એઈમ્સમાં કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત વિપક્ષના નેતાઓ પણ તેમની તબિયત પૂછવા આવે છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એઈમ્સ પહોંચ્યા તો બસપાના અધ્યક્ષા માયાવતી પણ હોસ્પિટલ જઈને તબિયત જાણી હતી.

અરૂણ જેટલીની તબિયત ઘણી ગંભીર છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અરૂણ જેટલીને ફરી મળવા એઈમ્સ જઈ શકે છે. શુક્રવારે મોડી રાત્રે અરૂણ જેટલીની તબિયત જોવા અમિત શાહ એઈમ્સ પહોંચ્યા હતા.

અરૂણ જેટલીની તબીયત અત્યંત નાજુક

પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીની તબીયત અત્યંત નાજુક છે. તેઓ નવ ઓગસ્ટથી દિલ્હીની એઈમ્સમાં દાખલ છે. શુક્રવારે મોડી રાત્રે ગૃહપ્રધાન અમિત શાહ, ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે એઈમ્સ પહોંચ્યા હતા. તો કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન સહિત ભાજપના ઘણા નેતાઓએ એઈમ્સ પહોંચીને અરૂણ જેટલીના ખબર અંતર પૂછ્યા હતા. તો શુક્રવારે સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ એઈમ્સ પહોંચીને જેટલીના ખબરઅંતર પૂછ્યા હતા.

મહત્વનું છે કે શ્વાસની તકલીફને લઈ અરૂણ જેટલી 9 ઓગસ્ટથી એઈમ્સમાં આઈસીયુમાં છે. ત્યારે પીએમ મોદી, અમિત શાહ અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા સહિતના નેતાઓ એઈમ્સ પહોંચ્યા હતા. 2018માં જેટલીને કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ તેમના પગમાં સોફ્ટ ટિશુ કેન્સર થયું હતું. જેની સર્જરી માટે તેઓ આ વર્ષની શરૂઆતમાં અમેરિકા પણ ગયા હતા. તબીયત ખરાબ હોવાને કારણે તેઓ 2019ની લોકસભા ચૂંટણી લડ્યા ન હતા. અને પ્રધાનમંડળમાં રહેવાનો પણ ઈન્કાર કરી દીધો હતો.

READ ALSO

Related posts

મોદીએ ગુજરાતના આ મંદીરમાં કરી પૂજા-અર્ચના, શિશ ઝૂકાવીને આપી દક્ષિણા

Karan

ભારતને યુદ્ધની ધમકી આપનાર પાકના મંત્રીની ખુલી પોલ, કારનાં નાણાં ચૂકવવાનાં છે ફાંફા

Mayur

પ્રધાનમંત્રીના વારાણસીના આ ફેને જે કર્યું તે સાંભળીને તો નરેન્દ્ર મોદી પણ અચંબિત થઈ જશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!