GSTV
ANDAR NI VAT Trending

નીતીશ કુમારે ભૂતપૂર્વ મંત્રીઓને બંગલા ખાલી કરવાનો આદેશ આપતા ભાજપમાં ટાઢનું લખલખું

નીતિશ

શિયાળો શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ બિહારની રાજનીતિમાં તેની સર્વાધિક અસર જોવા મળી રહી છે. તેનું કારણ છે નીતીશકુમાર. નીતીશ કુમારે તાજેતરમાં ગઠબંધન તોડીને ભાજપના નેતાઓને પરસેવો છોડાવી દીધો હતો. આ ઘટના વધારે જૂની નથી થઈ ત્યાં ફરી તેમણે કંઈક એવું કર્યું છે કે બિહારના ભૂતપૂર્વ મંત્રીઓના શરીરમાંથી ટાઢનું લખલખું પસાર થઈ ગયું છે.

તેમણે મંત્રીઓને સરકારી બંગલા છોડવાનો આદેશ આપી દીધો છે. જે મંત્રીઓ સમયસર બંગલો નહીં છોડે તેમને દર મહિને નિયત ભાડાં કરતા 30 ગણી વધારે રકમ ભરવાની થશે. આમ તો ભાજપમાંથી મંત્રી બનેલા મોટા ભાગના નેતાઓ સરકારી આવાસ ખાલી કરી ચૂક્યા છે, પણ ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ અને રેણુદેવી હજુ પણ સરકારી મહેમાનગતિની મજા માણી રહ્યા છે. જો તેઓ આ મહિનાના અંત સુધીમાં મકાન ખાલી નહીં કરે તો તેમને દર મહિને રૂ.2,36,000 ભાડું ભરવું પડશે.

આ ઘટના જાણીતા ભજનનની યાદ અપાવે છે. જીવ શાને ફરે છે ગુમાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં.

Also Read

Related posts

કોંગ્રેસના ઉમેદવારે સોગંદનામુ કરીને પક્ષ પલટો નહીં કરવાનું આપ્યું વચન,  મતદારોને સ્ટેમ્પ પેપર લેખિતમાં આપી બાંહેધારી

HARSHAD PATEL

નેતાઓના વચનોમાં ભરમાયા વિના ખેડૂતોએ કર્યું રવિ પાકનું ધૂમ વાવેતર

Padma Patel

ગુજરાત એટીએસના દરોડા/ વડોદરાના સીંધરોટમાથી MD ડ્રગ્સનો રૃ. ૪૭૯ કરોડનો જથ્થો જપ્ત કરાયો, 143 કિલો ડ્રગ સાથે 5 લોકોની ધરપકડ

HARSHAD PATEL
GSTV