GSTV
India News ટોપ સ્ટોરી

નીતિશ ના માન્યા / નીતિશને મનાવવા ભાજપે શાહને શરણે જવું પડ્યું, ડેમેજ કંટ્રોલ ન ફળ્યું

બિહારમાં છેલ્લા ઘણા સમયથી ભાજપ અને જેડીયૂની વચ્ચે સમુસૂતરૂ ચાલી રહ્યું ન હતું. વિપક્ષના બદલે બંને પક્ષોના નેતા એકબીજાને નીચા દેખાડવાના પ્રયાસ કરી રહ્યા હતા. અંતે જ્યારે નીતીશે ધોકો પછાડ્યો ત્યારે ભાજપે નીતીશને મનાવવા માટે અમિત શાહને મેદાનમાં ઉતારવા પડ્યા. પરંતુ અમિત શાહ પણ નીતીશને મનાવી શક્યા ન હતા.

બિહારમાં ભાજપના કાવાદાવાથી ભડકેલા નીતિશ કુમારને મનાવવાના છેલ્લા પ્રયત્નરૂપે ભાજપે અમિત શાહને મેદાનમાં ઉતાર્યા હતા. અમિત શાહે સોમવારે મોડી રાત્રે ફોન કરીને નીતીશ કુમાર સાથે વાત કરીને તેમને સમજાવવાના ભરપૂર પ્રયાસ કર્યા પણ નીતિશ ના માન્યા. ભાજપે ડેમેજ કંટ્રોલ માટે શાહને શરણ જવું પડ્યું એ જ શાહની તાકાત સૂચવે છે.

સૂત્રોનો દાવો છે કે, શાહે નીતિશના તમામ પ્રશ્નોનું સમાધાન કરવાની ખાતરી પણ આપી. ભાજપના નેતાઓ તરફથી કોઈ કનડગત નહીં થાય તેનં વચન પણ આપ્યું પણ નીતિશ સમાધાનના મૂડમાં નહોતા. નીતિશે શાહની પોતાના તરફની લાગણી માટે આભાર માનીને સ્પષ્ટ કરી દીધું કે, ભાજપના નેતા પોતાની વ્યક્તિગત ઈમેજને ખરડવા પ્રયત્ન કરતા હતા તેની સામે હાઈકમાન્ડે આંખ આડા કાન કર્યા છે. હવે હાઈકમાન્ડ કંઈ પણ કહે તેનો કોઈ અર્થ નથી.

ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, શાહ બિહારમાં ભાજપની બાબતો જોતા હતા ત્યાં સુધી બિહારના નેતા કાબૂમાં હતા પણ શાહને બદલે નડ્ડા સક્રિય થયા પછી નીતિશ માટે આફતો ઉભી કરવાની શરૂઆત થઈ.

READ ALSO

Related posts

BIG BREAKING: ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સીઝનના સ્પર્ધક કોમેડિયન પરાગ કંસારાનું નિધન

pratikshah

શું એલન Alon Musk-Twitterની ડીલ થઈ શકે છે પાક્કી? મસ્કના લેટર અંગે ટ્વિટરે આપ્યું આ રિએક્શન

Hemal Vegda

મોટી દુર્ઘટના/ અરુણાચલ પ્રદેશના તવાંગમાં સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, પાયલટનું થયું મોત

HARSHAD PATEL
GSTV