ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બિહારના 12 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે. બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે હવાઈ નિરીક્ષણ કર્યુ છે. નેપાળ સહિત ઉપરવાસમાં ભારે વરસાદથી કોસી સહિતની નદીઓમાં પૂરની સ્થિતિ છે. અને 10 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
મુખ્યપ્રધાન સીએમ નીતીશ કુમારે પૂરગ્રસ્ત સ્થિતિને લઈને હવાઈ નિરીક્ષણ કર્યુ છે. નેપાળમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદના કારણે બિહારના સરહદી જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે. બિહારના 8 જિલ્લા અને 10 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. જ્યારે 1 લાખ લોકો બેઘર બન્યા છે. હવામાન વિભાગ આગામી બે દિવસ હજુ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
સીએમ નીતીશ કુમાર પણ પૂરની સ્થિતિને લઈને આજે હવાઈ નિરિક્ષણ કર્યું. બિહારના સુપૌલ સહિતના જિલ્લાઓમાં પૂરના કારણે કેટલાક ગામડામાં ઘરે જમીન સમાધિ લઈ લીધી છે અને હજારો લોકોના ઘરોમાં ભરાયા છે. કોસી નદી પરના કોસી બેરેજમાંથી પ્રતિ સેકેન્ડ બે લાખ 80 હજાર ક્યુસેક પાણી વહી રહ્યું છે.
કોસી નદી બિહારના ઘણા બધા જિલ્લાઓમાં થઈને પસાર થાય છે. સુપૌલ જિલ્લા પાસેના સહરસા, મધેપુરા, મધુબની, દરભંગામાં પણ પૂરનો કેર જોવા મળી રહ્યો છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ સુપૌલની છે.
બિહારના સીમાંચલ ક્ષેત્ર પૂરની લપેટમાં છે. ભારે વરસાદના કારણે પૂર્ણિયા, અરરિયા, કિસનગંજ અને કટિહારમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ વિસ્તારમાં થઈ રહેલા વરસાદના કારણે કિશનગંજ જિલ્લામાં લોકો સૌથી વધુ પરેશાન બન્યા છે.
એક તરફ ગામડાઓમાં સેંકડો લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે તો શહેરી વિસ્તારમાં પણ બેથી ત્રણ ફૂટ પાણી ભરાયુ છે. પૂર અસરગ્રસ્તોને તેમના ઘરેથી સુરક્ષિતિ સ્થળે ખેસેડવામાં આવ્યા છે.
બિહારમાં પૂરની સ્થિતિના કારણે અરરિયા, કિશનગંજ, કટિહાર અને ચંપારણમાં રેલવે ટ્રેક પાણીમાં ડુબી ગયા છે. કટિહારનો રેલવે સંપર્ક તૂટી ગયો છે.અરરિયાનો જોગબની સ્ટેશનમાં પણ પાણી ભરાયા છે.
પૂરની સ્થિતિને લઈને સીએમ નીતિશ કુમારે આપાતકાલીન બેઠક કરી હતી તેમજ ફોન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ સાથે વાત કરી છે. નીતિશ કુમારે પૂર અસરગ્રસ્તો માટે સેના અને વાયુસેનાની મદદ માંગી છે. આ સાથે જ એનડીઆરએફની વધુ 10 કંપનીઓ પણ માંગ કરી છે.