અાજે નીતિનભાઈ પટેલના જન્મદિવસ નીમિત્તે પાસના કન્વીનર હાર્દિક પટેલે પાંચ વર્ષના મુખ્યમંત્રી બનવાની twitter પર tweet કરીને સલાહ અાપી છે. મુખ્યમંત્રી રૂપાણી ઇઝરાયેલ જઈ રહ્યાં હોવાથી હાલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ પાસે 6 દિવસ મુખ્યમંત્રીનો ચાર્જ રહેશે. અા અેક રૃટિન પ્રક્રિયા છે. અા છ દિવસમાં હીરો સાબિત થવાની હાર્દેિકે નીતિનભાઈને સૂફીયાણી સલાહ અાપી છે. નાયક ફિલ્મનું ઉદાહરણ ટાંકી નીતિનભાઈને અનામત, શહીદ પાટીદારોને ન્યાય, નિર્દોષ યુવાનો પરથી રાજદ્રોહ સહીતના કેસો પાછા ખેંચીને પુરા પાંચ વર્ષ મુખ્યમંત્રી બની જવાની સલાહ અાપી છે. શું નીતિનભાઈ અા કરે તો પણ શું મુખ્યમંત્રી તરીકે રહી શકે………. કેટલીક વાર હાર્દિક પટેલ બેજવાબદાર નિવેદનો કરી રહ્યાં હોવાનું અામ જનતાને લાગી રહ્યું છે. હાલમાં ગુજરાત સરકારને અસ્થિર કરવાના પ્રયાસો સામે ગૃહમંત્રીઅે તપાસના અાદેશો અાપ્યા છે. અા અંતર્ગત પણ હાર્દિકે ચૂટકી લીધી હતી.
અા રહ્યું હાર્દિકનું tweet
નાયક ફિલ્મમાં એક દિવસ નો મુખ્યમંત્રી ઘણું બધું કરી જાણે છે અને પુરા પાંચ વર્ષ મુખ્યમંત્રી પણ બની જાય છે. નીતિનભાઈ પટેલને તો પુરા ૬ દિવસ મળ્યા છે.
અનામત,શહીદ પાટીદારોને ન્યાય,નિર્દોષ યુવાનો પર થી રાજદ્રોહ સહીત ના કેસો પાછા ખેંચીને પુરા પાંચ વર્ષ મુખ્યમંત્રી બની જાઓ.
— Hardik Patel (@HardikPatel_) June 22, 201