GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાતમાં નીતિનભાઈની જગ્યાએ આ બનશે નાયબ મુખ્યમંત્રી ?: ભાજપના કદાવર નેતાએ દાવા ફગાવ્યા

nitin patel

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન બનવાના દાવાને જસદણના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પ્રધાન કુંવરજી બાવળીયાએ ફગાવ્યા છે. કુંવરજી બાવળીયાએ આ મામલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી બનવાના અહેવાલમાં કોઈ તથ્ય નથી.

પીએમ મોદી સાથે કરવામાં આવેલી મુલાકાત માત્ર શુભેચ્છા મુલાકાત હતી. મહત્વની વાત એ છે કે, કુંવરજી બાવળીયાને નાયબ મુખ્ય મંત્રી બનાવવાના સમાચાર મીડિયામાં વહેતા થયા હતા. જોકે, બાવળિયાને ડેપ્યુટી સીએમ બનાવવાના આ અહેવાલો રાજકીય પ્રત્યાઘાત જાણવા માટેના વધુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કારણ કે, ભાજપમાં 60 ટકા ધારાસભ્યો બેથી સાત ટર્મ સુધી ચૂંટાતા આવેલા છે. આવામાં રાતોરાત કોંગ્રેસમાંથી આવેલા બાવળિયાને વધુ મોટી જવાબદારી આપી ભાજપ તેના જૂના જોગીઓ સમાન નેતાઓને અન્યાય કરે તેવી શક્યતાઓ બીલકુલ લાગી નથી રહી. ભાજપની આ સ્ટાઈલ રહી છે કે, રાજકીય નિર્ણય લેતા પહેલા તેની અસર જાણવા આ પ્રકારના અહેવાલો મીડિયામાં વહેતા કરે છે. જીએસટીવી આવા અહેવાલોને મંચ આપવામાં નથી માનતું.

ગુજરાતમાં 50 બેઠકો પર કોળી સમાજ નિર્ણાયક ભૂમિકામાં છે. આ વાતને ધ્યાનમાં રાખીને ભાજપ કુંવરજી બાવળિયાને સરકારમાં મહત્વની જવાબદારી સોંપી શકે છે તેવી હવા ચાલી હતી.. લોકસભાની ચૂંટણીમાં શ્રેષ્ઠ દેખાવ કરવા માટે ભાજપ મોટા ફેરફારો કરી શકે છે. આ જોતા ભાજપ કુંવરજી બાવળિયાને લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને સરકારમાં મહત્વની જવાબદારી સોંપે તો નવાઈ નહીં તેવી સાંજે હવા ચાલું થઈ હતી. જેને બાવળિયાએ ફગાવી દીધી હતી.

તાજેતરમાં જ જસદણ પેટા ચૂંટણીમાં તેમનો ભવ્ય વિજય થયો હતો . ત્યારબાદ બાવળિયા દિલ્હી જઇને પરત આવતાં આ હવાને વધુ વેગ મળ્યો છે. જોકે, બાવળિયાએ નીતીનભાઈની જગ્યાએ નાયબ મુખ્યમંત્રી બનવાના હોવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.

Related posts

સુરત /  ડ્રગ્સ માફિયા અલારખ્ખાની મિલકત પર ફરી વળ્યું સરકારી બુલડોઝર, દ્વારકા બાદ સુરતમાં કાર્યવાહી

Hemal Vegda

અમદાવાદ / પનીરમાંથી નીકળી જીવાત, હોટેલ દેવ પેલેસ સહીત ત્રણ એકમો સીલ

Hemal Vegda

સુરેન્દ્રનગરના વસ્તડીમાં રચાયો ઇતિહાસ, 25000થી વધુ રાજપૂતોએ એક સાથે કર્યું શસ્ત્રપૂજન

Hemal Vegda
GSTV