નીતિનભાઈએ દેવું માફ કરવાનો કર્યો સ્પષ્ટ ઇનકાર, ગણાવ્યા આ કારણો

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે રાજ્યમાં ખેડૂતોનુ દેવું માફ કરવાનો ઇનકાર કર્યો છે. નીતિન પટેલે જણાવ્યુ કે, સરકાર રાજ્યના ખેડૂતોને શસક્ત બનાવવાની કોશિશ કરી રહી છે. જેથી ખેડૂતોનું દેવું માફ નહી કરી શકાય. રાજ્ય સરકાર હાલમાં ખેડૂતોના કારણે 900 કરોડ રૂપિયાનું ભારણ ભોગવી રહી છે.

રાજ્યમાં ખેડૂતો માટે અનેક લાભકારી યોજના છે. રાજ્ય સરકારે ખેડૂતોને આઠના બદલે 10 કલાક વિજળી આપે છે. ટપક સિંચાઈ માટે સહાય કરી છે. રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવાના બદલે તેમની આવકમાં વધારો કઈ રીતે થાય તે માટે રાજય સરકાર સતત પ્રયાસ કરી રહી છે. રાજય સરકાર ખેડૂતો ગુજરાતમાં સુખી છે તેના માટે રાજ્ય સરકાર હંમેશા કાર્યરત રહી છે. ખેડૂતોને પડતી તકલીફોનો પણ રાજ્ય સરકારે હંમેશા નિકાલ કર્યો છે. જેથી રાજ્યમાં ખેડૂતોનું દેવું માફ કરવુ એ મુશ્કેલ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter