GSTV

ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટાડવા મામલે નીતિનભાઈએ કર્યો મોટો ખૂલાસો

Last Updated on September 14, 2018 by Mayur

હાલ દેશમાં વધતા જતા પેટ્રોલ ડિઝલના ભાવ આસમાને પહોંચતા મોંઘવારી માઝા મૂકી છે ત્યારે સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર અંકુશ હાંસલ કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે. તો બીજી તરફ સરકાર નું કહેવું છે કે આતર રાષ્ટ્રીય ફૂડ ઓઇલ બજાર માં ભાવ વધતા તેની અસર દેશ માં જોવા મળી રહી છે.

રાજસ્થાન સહિત દેશના વિવિધ રાજ્યો પોતાના રાજયમાં વેટમાં ઘટાડો કરીને પ્રજાને રાહત આપી છે. પણ ગુજરાત સરકાર વતી રાજય ના નાયબ મુખ્યમંત્રી જણાવ્યું હતું કે ગુજરાત સરકાર 10 માસ પહેલા વધતા પેટ્રોલ ડીઝલ ના ભાવ માં વેટ 5 ટકા ઓછો કર્યો હતો.

જ્યારે અન્ય રાજ્યોએ વેટ ઓછો ન હતો કર્યો.  એ રીતે બીજા રાજ્યો અત્યારે ભાવમાં ઘટાડો કરી રહ્યા છે, પણ ગુજરાત સરકાર 10 માસ પેહલા ભાવ માં ઘડાટો કરીને દેશનું અગ્રેસર રાજય બન્યું હતું. હાલ ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ માંથી મળતા વેટ અને સેઝ માં કોઈ ઘટાડો કરવાના મૂડ માં નથી.

Related posts

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta

ભાલ પંથકમાં ભારે તબાહી / નદીઓ બની ગાંડીતૂર તો ગામોમાં જવાના રસ્તા થયા બંધ, રાહતની માંગ

Pritesh Mehta

ભાલ પંથકમાં પણ વરસાદે વેરી તારાજી, સરકારનો એક નિર્ણય સર્જે છે દર વર્ષે તબાહીના દ્રશ્યો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!