GSTV
Home » News » નીતિનભાઈએ ગુજરાતીઅોને આપી મોટી ખુશખબર : 202 કરોડ રૂપિયા ફાળવ્યા

નીતિનભાઈએ ગુજરાતીઅોને આપી મોટી ખુશખબર : 202 કરોડ રૂપિયા ફાળવ્યા

ગુજરાતીઅો માટે અેક વધુ સારી ખુશખબર અાવી છે. સરકારે અા માટે 202 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. સરકારે લીધેલા નિર્ણયનો અમલ થયો તો ગુજરાતના 27 જિલ્લાના લોકોઅે ઉબડખાબડ રસ્તાઅો પરથી પસાર થવું નહીં પડે. હાલમાં 27 જિલ્લામાં ખેડૂતોને માલની હેરફેર માટે અસુવિધા ઉભી થઈ રહી છે. સરકારના અા નિર્ણયને પગલે ગામડાથી શહેરોને જોડતા રસ્તાઅો ફરી રિસરફેસિંગ થશે. જેને પગલે વાહનચાલકોને ખાડાઅોમાંથી મુક્તિ મળશે.

  • માર્ગ સુવિધા ક્ષેત્રે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગુજરાત દેશમાં મોખરે
  • રાજ્યના ૪૪૩ માર્ગોનું રૂ.૨૦૨ કરોડના ખર્ચે
  • રીસરફેસીંગ કરાશે : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ
  • રાજ્યના ૨૭ જિલ્લાઓને લાભ : ખેડૂતોને ખેતપેદાશોની હેરફેર માટે વધુ સુવિધા ઉપલબ્ધ

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, માળખાગત સુવિધાઓના નિર્માણમાં માર્ગ સુવિધા ક્ષેત્રે ગુજરાત દેશભરમાં મોખરે રહ્યું છે. પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પણ ૧૫ તબક્કાઓમાં ૧૨ હજાર કિ.મી.ના રસ્તાના કામો પૂર્ણ કરી દેશમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ માર્ગોને રૂ.૨૦૨ કરોડના ખર્ચે રીસરફેસીંગ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે જેનો ૨૭ જિલ્લાને લાભ મળશે અને ગ્રામીણ ખેડૂતોને અવરજવરમાં તેમજ ખેત પેદાશોની હેરફેર માટે વધુ સુવિધા ઉપલબ્ધ થશે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૧૮-૧૯માં જે રસ્તાઓને ૧૦ વર્ષ કરતાં વધુ સમય થયો હોય તેવા રૂ.૧૦૩.૪૪ કરોડની અંદાજી રકમના ૫૬૫ કીમી લંબાઇના ૨૪૫ રસ્તાઓના રીસરફેસના કામને તથા જે રસ્તાઓને સાત વર્ષ પૂર્ણ થયા હોય તેવા રૂ. ૯૯.૩૭ કરોડની અંદાજી રકમના ૫૩૮ કીમી લંબાઇના ૧૯૮ રસ્તાઓ એમ કુલ મળીને રૂ. ૨૦૨.૮૧ કરોડની અંદાજીત રકમના ૧૧૦૩ કીમી લંબાઇના ૪૪૩ રસ્તાઓના રીસરફેસીંગના કામો હાથ ધરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. કુલ ૨૭ જિલ્લાઓના નાગરિકો-ખેડૂતોને માર્ગ સુવિધાનો લાભ મળશે. આ રસ્તાઓના રીસરફેસીંગ ને કારણે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો અવરજવર અને ખેત પેદાશોની હેરફેર સરળતાથી કરી શકશે.

અા જિલ્લાઅોને મળશે લાભ

આ નિર્ણયથી રાજ્યના અમદાવાદ, ખેડા, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, પાટણ, કચ્છ, વડોદરા, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ, ભરૂચ, નર્મદા, દાહોદ, સુરત, તાપી, નવસારી, વલસાડ, મોરબી, રાજકોટ, જામનગર, ભાવનગર, બોટાદ અને અમરેલી એમ 27 જિલ્લાને લાભ મળશે.

અત્રે ઉલેખનીય છે કે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૦૦થી ૨૦૧૮ દરમ્યાન ૧થી ૧૫ તબક્કાઓમાં આશરે ૧૨૦૦૦ કીમી ના રસ્તાઓના કામો પૂર્ણ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્ય દેશ માં ઉત્તમ કામગીરી કરનાર રાજ્યો પૈકીનું એક છે. આ કામગીરી માટે ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા એવોર્ડ પણ એનાયત કરાયો છે.

Related posts

સુરતમાં 20 બાળકો ભરેલી રિક્ષા પકડનાર પોલીસકર્મીએ અનોખી રીતે વાલીને જાગૃત કર્યા

Kaushik Bavishi

ભારતને મળ્યું પહેલું રાફેલ લડાકું ફાઈટર જેટ, ચીફ એરમાર્શલે એક કલાક સુધી ઉડાવ્યું પ્લેન

pratik shah

મોદીના કાર્યક્રમમાં ન જવાના જીતુ વાઘાણીના આ છે કારણો, શું પ્રદેશ પ્રમુખ થઈ રહ્યા છે સાઈડ લાઈન ?

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!