GSTV
Home » News » બેંકોને 5 હજાર કરોડનો ચૂનો લગાવનાર ગુજરાતી બિઝનેસમેન છુપાયો આ દેશમાં, સરકાર ભરાઈ

બેંકોને 5 હજાર કરોડનો ચૂનો લગાવનાર ગુજરાતી બિઝનેસમેન છુપાયો આ દેશમાં, સરકાર ભરાઈ

નિરવ મોદી અને મેહુલ ચોકસીની જેમ વિવિધ બેંકોને કરોડો  રૂપિયાનો ચૂનો લગાવના નીતિન સાંડેસરા વિદેશમાં ફરાર છે. નીતિન સાંડેસરાએ વિવિધ બેંકોને પાંચ હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નીતિન સાંડેસરા નાઈઝેરીયામાં છુપાયો છે. ઈડી અને સીબીઆઈનો દાવો છે કે, નીતિમ સાંડેસરા, ચેતન સાંડેસરા, દિપ્તી સાંડેસરા અને તેના પરિવારના સભ્યો નાઈઝેરીયામા છુયાપા છે.

ભારતના નાઈઝેરીયા સાથે પ્રત્યાર્પણની કોઈ સમજૂતિ  થઈ નથી. જેથી સાંડેસરાને ભારત લાવવો મુશ્કેલ બનશે. જોકે, આ મામલે તપાસ એજન્સીઓએ યુએઆઈ ઓથોરિટીને સાંદેસરાની ધરપરડ  માટે અરજી કરવાનો નિર્ણય લીધો છે. તપાસ  એજન્સીઓ  સાંડેસરા વિરૂદ્ધ  રેડ કોર્નર નોટિસ  પણ જાહેર કરી શકે  છે.

મહત્વનું છે કે, સીબીઆઈ દ્વારા વડોદરામાં આવેલી સ્ટર્લિંગ  બાયોટેકના નીતિન અને ચેતન સાંડેસરા વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં  આવ્યો  છે. સાંડેસરા પર વિવિધ  બેંકોનો કરોડો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો હોવાનો આરોપ છે.

પાંચ હજાર કરોડનો ગોટાળો કરનાર નીતિન સાંડેસરા ફરાર

નીતિન સાંડેસરા નાઈઝેરીયામાં હોવાનો દાવો

બેંકોને પાંચ હજાર કરોડનો ચૂનો લગાવી નીતિન સાંડેસરા ફરાર

સરકાર સાંડેસરા પરિવારને રોકવામાં નિષ્ફળ

– 15 ઓગસ્ટે એવી માહિતી મળી હતી કે નિતિન સાંડેસરાને UAE ઓથોરિટીએ પકડ્યો છે, પરંતુ બાદમાં આ સમાચાર ખોટાં નીકળ્યાં હતા. જે બાદ એવી વાત સામે આવી કે નિતિન સાંડેસરા અને તેમનો પરિવાર ઘણાં સમય પહેલાં જ નાઈજીરીયા ભાગી ગયો છે.
– જો કે તપાસ એજન્સીઓએ UAI ઓથોરિટીને સાંડેસરાની ધરપકડ માટે આવેદન આપવાનો નિર્ણય કર્યો છે.
– આ ઉપરાંત સાંડેસર પરિવાર વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
– હજુ સુધી તે વાતની જાણકારી નથી મળી કે સાંડેસરા પરિવાર ભારતીય પાસપોર્ટની સાથે નાઈજીરીયા પહોંચ્યા છે કે પછી અન્ય કોઈ દેશનાં પાસપોર્ટની સાથે.

 દીક્ષિત અને ગર્ગની જૂનમાં ધરપકડ કરવામાં આવી

– નિતિન અને તેમનો ભાઈ ચેતન સાંડેસરા વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકના ડાયરેકટર છે. કંપનીએ બેંકો પાસેથી 5,383 કરોડ રૂપિયાની લોન લીધી. જો કે બાદ આ લોન NPAમાં બદલાઈ ગયું છે.
– આંધ્ર બેંકના નેતૃત્વવાળી બેંકોના કંસોર્શિયમના સ્ટર્લિંગ બાયોટેકને લોન આપી હતી. આ મામલે નેતાઓ અને મોટાં અધિકારીઓની સાંઠગાંઠ પણ સામે આવી હતી.
– CBIએ ઓક્ટોબર, 2017માં સાંડેસર બ્રધર્સ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. બંને ભાઈઓ ત્યારથી જ ફરાર છે. EDએ તેમના વિરૂદ્ધ મની લોન્ડરિંગની પણ તપાસ કરી રહ્યું છે.
– CBIએ નિતિનના પરિવારના સભ્યો સહિત અન્ય લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો, જેમાં સ્ટર્લિંગ બાયોટેકના ડાયરેકટર રાજભૂષણ ઓમપ્રકાશ દીક્ષિત, વિલાસ જોશી, ચાર્ટડ એકાઉન્ટન્ટ હેમંત અને આંધ્રા બેકના પૂર્વ ડાયરેકટર અનુપ ગર્ગ સામેલ છે.
– દીક્ષિત અને ગર્ગની જૂનમાં ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે દિલ્હીના એક વેપારી ગગન ધવનની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટર્લિંગ બાયોટેકની 4,700 કરોડ રૂપિયાની સંપત્તિ પણ અટેચ કરવામાં આવી છે.

મેહુલ ચોકસી એન્ટીગુઆમાં આરામ ફરમાવી કરી રહ્યો છે

ભાજપના શાસનકાળમાં કૌભાંડીઓને જાણે કે છુટ્ટો દોર મળી ગયો છે. નીરવ મોદી, મેહુલ ચોકસી, વિજય માલ્યા બાદ વધુ એક ગુજરાતી ઉદ્યોગપતિ કરોડોનું કૌભાંડ કરી વિદેશ નાસી છૂટયાના અહેવાલ છે.. વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકના માલિક નિતિન સાંડેસરા દેશ છોડી નાઈજીરિયા જતા રહ્યા છે.. નિતિન સાંડેસરા ઉપર પાંચ હજાર કરોડના ગોટાળાનો આરોપ છે. આ પહેલા પીએનબી બેંક સાથે છેતરપિંડી કરનાર નીરવ મોદી પણ દેશ છોડી ફરાર થઈ ગયો છે.. ગત ફેબ્રુઆરીથી નીરવ મોદી બ્રિટનમાં ઠરી ઠામ થયો હોવાના અહેવાલ છે. જ્યારે કે પીએનબી બેંક સાથે છેતરપિંડીના કેસમાં જ સંડોવાયેલો મેહુલ ચોકસી પણ દેશ છોડી વિદેશમાં સ્થાયી થયો છે. મેહુલ ચોકસી એન્ટીગુઆમાં આરામ ફરમાવી કરી રહ્યો છે.. તો બેંકોને નવ હજાર કરોડનો ચૂનો ચોપડનારો વિજય માલ્યા પણ લંડનમાં જલસા કરી રહ્યો છે.. સરકાર તેના પ્રત્યાર્પણની કોશિષ કરી રહી છે પણ હજુ સફળતા મળી નથી.. એવામાં વધુ એક ઉદ્યોગપતિ નિતિન સાંડેસરાના દેશ છોડી ફરાર થઈ જવાના અહેવાલોથી ફરી મોદી સરકાર વિપક્ષના નિશાને છે..

Related posts

બોલિવૂડના આ એક્ટરે કહ્યું, દેશનો માહોલ જોઈને લાગી રહ્યું છે કે સેક્યુલરિઝમ ખતમ થઈ જશે

pratik shah

વડોદરામાં યોજાઈ સુપરક્રોસ બાઇક રેસ, અવનવા કરતબો જોઈ પ્રેક્ષકો થયા અભિભુત

Nilesh Jethva

ભાવનગર : સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઈડ પર અચાનક લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!