GSTV

LRD મુદ્દે સરકારનો મોટો નિર્ણય, 62.5 ટકા મેળવેલી કોઈપણ જ્ઞાતીની વિદ્યાર્થિનીની ભરતી કરવામાં આવશે

bjp
  • એસટી કેટેગરીના 476ને બદલે 511ની ભરતી થશે
  • બક્ષીપંચ 1834ને બદલે 3248 મહિલાઓની થશે ભરતી
  • જૂના જીઆરને ધ્યાનમાં રાખવામાં આવ્યો નથી
  • 1-8-2018 ના પરિપત્રને ધ્યાનમાં લીધા વગર કરાશે ભરતી
  • સરકારે એલઆરડીની ભરતીમાં કર્યો વધારો

ગાંધીનગરમાં એલઆરડી ભરતી વિવાદને લઇને ચાલી રહેલા આંદોલનને ઉકેલવા માટે ગુજરાત સરકારે બહુ મોટી જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન રૂપાણીના નિવાસસ્થાને યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી તમામ કેટેગરીમાં એલઆરડીની બેઠકો વધારવાની મહત્વની જાહેરાત કરી છે. નીતિન પટેલે જણાવ્યું કે તમામ સમાજના વર્ગને ન્યાય થાય તેમજ તેમને મંજૂર હોય તેવી સમાધાન ફોર્મ્યુલા ઘડવામાં આવી.

જે અંતર્ગત હવે 62.5 ટકા મેળવેલી કોઇ પણ જ્ઞાતિની વિદ્યાર્થિનીઓની ભરતી કરવામાં આવશે. રાજ્ય સરકારે એલઆરડી ભરતીની બેઠક વધારી કુલ 5 હજાર 227 કરી છે. જે અંતર્ગત જનરલ કેટેગરીમાં 883 ભરતી કરવામાં આવશે, જ્યારે કે બક્ષી પંચમાં કુલ 1 હજાર 834ને બદલે 3 હજાર 248 મહિલાઓની ભરતી થશે. તો એસટી કેટેગરીમાં 476ના સ્થાને કુલ 511 મહિલાઓની ભરતી થશે. નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે એલઆરડીની આ ભરતી પૂરતો વર્ષ 2018નો પરિપત્ર ધ્યાનમાં નહીં લેવાય.

  • નીતિ પટેલે કહ્યું, તમામ છ કરોડ ગુજરાતી અમારા માટે સમાન. નવી ભરતીમાં કાયદાકીય પ્રશ્નો ઉભા થયા.
  • સરકાર કોઈ પણ વર્ગ સાથે ભેદભાવ કરવા માંગતી નથી.
  • સરકારે બન્ને પક્ષના વડાઓની વાત શાંભળી.
  • વિવિધ જ્ઞાતિ,જાતિના આગેવાનો સાથે સીએમની ચર્ચા

READ ALSO

Related posts

લોકડાઉનનો પિરીયડ વધવા મામલે સરકારે કરી મોટી જાહેરાત, જાણી લો ક્યાં સુધી દેશ રહેશે લોકડાઉન

Karan

CORONAએ જગત જમાદારને ઘૂંટણિયે પાડી દીધો : મહાસત્તા પણ હારી ગઈ, વિશ્વમાં સૌથી વધુ કોરોનાનો કહેર અમેરિકામાં

Karan

ગુજરાતમાં સજ્જડ લોકડાઉન છતાં કોરોના પોઝીટીવની સંખ્યા 69 પર પહોંચી : છ નવા કેસ, છનાં મોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!