નીતિન પટેલનો ધારાસભ્યો સાથે બેઠક કરી તેમની નારાજગી દૂર કર્યાનો કર્યો દવો

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, કેતન પટેલ અને યોગેશ પટેલે ખુલ્લેઆમ બગાવત કર્યા બાદ તેમને ગાંધીનગર બોલાવી મનાવી લેવાયા છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ધારાસભ્યો સાથે બેઠક કરી તેમની નારાજગી દૂર કર્યાનો દવો કર્યો છે. નીતિનભાઈએ કહ્યું છે કે ધારાસભ્યો સહિત ચૂંટાયેલા કર્મચારીઓના કામ થાય તે જરૂરી છે.

જે અધિકારીઓ કામ નહીં કરતા હોય કે ચૂંટાયેલા સભ્યોની વાત નહીં સાંભળતા હોય તેમની સામે કાર્યવાહી કરાશે. નીતિનભાઈએ કહ્યું કે સીએમ વિજય રૂપાણી વિદેશ પ્રવાસથી પરત ફરશે ત્યારે તેમની સાથે પણ આ મામલે ચર્ચા કરવામાં આવશે. જોકે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ ગાંધીનગર નહોતા ગયા. આ મામલે નીતિનભાઈએ કહ્યું છે કે તેમની તબિયત સાથે થશે એટલે તેમની સાથે પણ વાતચીત કરી નારાજગી દૂર કરાશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter