પાટીદાર અનામતનો મુદ્દો પાછલા ઘણા સમયથી ચગ્યો છે. અનામતના મુદ્દા પર છેલ્લા 5 વર્ષથી વિવિધ મોરચે આંદોલનો થયા છે. તેવામાં પાટીદારોને ઓબીસીમાં સમાવવા મુદ્દે નીતિન પટેલે સૌથી મોટુ નિવેદન આપ્યું છે. આ અંગે નીતિન પટેલે કહ્યું કે જ્ઞાતિ આ અંગે મંજૂરી માંગશે તો અભ્યાસ કરવામાં આવશે. અભ્યાસ કર્યા બાદ ઓબીસીની મંજૂરી અંગે નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે હજુ સુધી જ્ઞાતિએ કોઇ રજૂઆત નથી કરી.તેમણે કહ્યું કે ભારત સરકારે સંસદમાં કાયદો બનાવી જ્ઞાતિઓનો ઓબીસીમાં સમાવેશ કરવાની સત્તા રાજ્ય સરકારોનો સોંપી છે…
- પાટીદારોને ઓબીસીમાં સમાવવા મુદ્દે નીતિન પટેલનું નિવેદન
- જ્ઞાતિ મંજૂરી માંગશે તો અભ્યાસ કરવામાં આવશે
- અભ્યાસ કર્યા બાદ ઓબીસીની મંજૂરી અંગે નિર્ણય લેવામાં આવશે
- હજુ સુધી કોઇ જ્ઞાતિએ રજૂઆત કરી નંથી
- ભારત સરકારે રાજ્ય સરકારોને સોંપી છે સત્તા

જણાવી દઇએ કે આ અગાઉ પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે કેન્દ્ર સરકાના બિલ પ્રમાણે રાજ્ય સરકારને અધિકાર મળ્યો છે કે કઈ જ્ઞાતિને obcમાં સમાવવા. કેન્દ્રના કોઈ નેતા કે કોઈ પક્ષના નેતા કોઈ નિવેદન કરે તે જરૂરી નથી. ઓબીસીમાં કઈ જ્ઞાતિને કઈ શરતોના આધારે સામેલ કરવી તે રાજ્ય સરકાર નો અધિકાર છે.
તેમણે જણાવ્યું હતું કે, કોઈ નેતા આ અંગે નિવેદન કરે તે માન્ય નથી. તેમણે પાટીદારોના નામનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું હતું કે, જે જ્ઞાતિને લાભ લેવો હોય તે માંગણી કરે. સર્વે થાય અને માન્ય મળે તો ઓબીસીમાં સામેલ કરી શકાય. ભારત સરકારના કાયદાના આધારે બધા નિયમો નક્કી કરવામાં આવશે. જેને લાભ લેવો હોય એમણે માગણી કરવાની હોય. માગણીના આધારે સર્વે કરી યોગ્ય લાગે તો લાભ અપાય છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, એન્ટરટેઈનમેન્ટ તેમજ સ્પોર્ટસ, ઓટો, લાઈફ અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે ડાઉનલોડ કરો અમારી Android Application…

Read Also
- આયર્નની ઉણપ હોય ત્યારે શરીર આ સંકેત આપે છે, તેને તરત ઓળખો, નહી તો ગંભીર તકલીફ થશે
- Beauty Tips/ ડાર્ક સર્કલ્સથી બગડી રહી છે ચહેરાની સુંદરતા?, આ બે વસ્તુઓથી કરો ઈલાજ
- અમદાવાદ! સિવિલમાં મુખ્યમંત્રીએ લીધી CPRની ટ્રેનિંગ , કોરોનાની ગંભીર મહામારી પછી યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું
- વાંદરાનો મેકઅપ કરતી જોવા મળી વાંદરી, વીડિયોને જોઈને લોકો બોલ્યા- બ્યુટિશિયન
- ઉનાળામાં તમને પણ હૃદયમાં બળતરા અને ખાટા ઓડકારની સમસ્યા છે તો આ રીતોથી સમસ્યા કરો દૂર