GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

BUDGET 2020 : આ ત્રણ જિલ્લામાંથી એક જિલ્લામાં રહેતા હો તો હવે મેડિકલ કોલેજ બની રહી છે તમારા આંગણે

ગુજરાતનું વર્ષ 2020-2021નું બજેટ આજે રજુ કરવામાં આવ્યું છે. ઉપ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે આજે 8મી વખત બજેટ રજુ કર્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂપિયા 11,243 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યનાં નાગરિકોનાં સ્વાસ્થ્યની કાળજી રાખવા અને આરોગ્ય વિષયકની શ્રૃંખલા ઉભી કરી છે. નાણા પ્રધાન નીતિન પટેલે હળવી શૈલીમાં કહ્યુ કે મે અને મારા મંત્રાલયના સૌકોઇએ ભેગા કરીને આ કવિતા બનાવી છે. આટલુ કહ્યા બાદ તેમણે કવિતા રજૂ કરી હતી. જેમાં તેમણે ગુજરાતના ગુણગાન અને સરકાર દ્વારા થતી કામગીરીને વણી લીધી હતી.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂપિયા 11,243 કરોડનું બજેટ ફાળવવમાં આવ્યું

જેના મારફતે જરૂરિયાતમંદ નાગરીકોને ગુણવાત્તાયુકત વિષયક સેવાઓ નજીવા સેવાઓ ઝડપી અને નજીવા દરે મળે તે માટે ખાસ આ વિભાગને ફાળવણી કરવામાં આવી છે. આ બજેટમાં સરકાર દ્વારા સશક્ત મહિલા સુઘોષિત ગુજરાત માટે ખાસ રણનિતી ઘડવામાં આવી છે. સરકારે આ બજેટમાં સગર્ભા માતા અને બાળકને પૂરતો જરૂરી પોષક આહાર આપવા માટે પૂરક પોષણ યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, બાળસખા યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, પૂર્ણા યોજનામાટે રૂપિયા 2000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી અમૃતમ-મા અને મા વાત્સલ્ય યોજના

આ બજેટ અંતર્ગત ગુજરાત સરકારે 1105 કરોડની જોગવાઈ કરી છે. આ યોજના હેઠળ 77 લાખ કુટુંબની નોંધણી થઈ અને અંદાજીત 25 લાખથી વધુ ક્લેઈમનો લાભાર્થીઓને લાભ આપ્યો છે. આયુષ્યમાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 450 કરોડનું બજેટ ફાળવવમાં આવ્યું છે. શહેરી વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરોનો વ્યાપ વધારવા માટે દર 10,00ની વસ્તીએ એક અર્બન હેલ્થ સેન્ટરકાર્યરત કરવાની જાહેરાત કરી છે. સાથે સાથે આ હેલ્થ સેન્ટર માટે 80 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, બાળસખા યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, પૂર્ણા યોજનામાટે રૂપિયા 2000 કરોડ

કેન્દ્ર સરકારે આરોગ્ય સેવાને વધુ સઘન બનાવવા તેમજ એમ.બી.બી.એસની સીટમાં વધારો કરવા આ વર્ષે ત્રણ નવી મેડિકલ કોલેજો નવસારી, રાજપીપળી અને પોરબંદર ખાતે શરૂ કરવાની મંજૂરી આપી. નવી કોલેજ, હોસ્ટેલ વગરેનાં નિર્માણ માટે રૂપિયા 125 કરોડની જોગવાઈ કરવામાં આવી.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ યોજના

પીડીપીયુ કોલેજ, રાજકોટ તથા મેડિકલ કોલેજ ભાવનગર ખાતે એમબીબીએસની 100 અને અનુસ્નાતકની 64 સીટ માટે 73 કરોડ ફાળવવામાં આવ્યા. સરકારે બજેટમાં વડોદરાની એસ એસજી હોસ્પિટલમાં 600 બેડની નવી મેટરનિટી ચાઈલ્ડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરવામા આવી છે અને તેના માટે 50 કરોડ રૂપિયાની ફળવણી કરવામાં આવી છે.

  • રાજ્યમાં નવી 150 એમ્બ્યુલન્સ ખરીદવા રૂપિયા 27 કરોડનું બજેટ
  • જસદણ, ધ્રોળ, દહેગામ, માણાવદર, હાલોલ, સોનગઢ અને ચીખલી સીએચસીને જિલ્લા કક્ષાની હોસ્પિટલ અપગ્રેડ કરવામાટે રૂપિયા 21 કરોડની જોગવાઈ
  • કેન્સર સાધનો સિદ્ધપુર અને નડિયાદ ખાતે એમ આર આઈ મશીન વસાવવા રૂપિયા 16 કરોડનું બજેટ
  • કોટેજ હોસ્પિટલ ઉપલેટા અને જનરલ હોસ્પિટલ બીલિમોરા ખાતે આધુનિક હોસ્પિટલની ઈમારત બનાવવા માટે 10 કરોડનું બજેટ
  • જિલ્લા અને પેટા જિલ્લા હોસ્પિટલમાં તબીબી ઉપકરણો અને 10 એમ્બયુલન્સ વિકસાવવા 8 કરોડનું બજેટ
  • આરોગ્યની સેવાઓ માટે પાયાની અને અગત્યની કામગીરી કરતી આશા બહેનોને આગવી ઓળખ માટે યુનિફોર્મ સ્વરૂપે બે સાડી માટે રૂપિયા 4 કરોડનું બજેટ
  • નવજાત શિશુની સઘન સારવાર માટે 4 સરકારી હોસ્પિટલો ખાતે સીક નીઓનટલ કેર યુનિટની ક્ષમતા વધારવા માટે 22 કરોડનું બજેટ
  • મેડિકલ કોલેજ, સોલા અમદાવાદ ખાતે બેચલર ઈન ઓડીયોલોજી સ્પીચ એન્ડ લેગ્વેજ પેથોલોજી કોર્સ શરૂ કરવા અને કોકલીયર ઈમ્પલાન્ટ સેન્ટરો કાર્યન્વિત કરવા 2 કરોડનું બજેટ ફાળવાવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

કોરોના સામે લડવા અપનાવો આ આયુર્વેદિક અને હોમીયોપેથીના ઉપાયો

Nilesh Jethva

રાજ્યમાં દુકાનો સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખી શકાશે, સમગ્ર ગુજરાતમાં ST સેવા શરૂ કરાઈ

Mansi Patel

ગુજરાતના 6 બંદરો પર લગાવાયા ભયસૂચક સિગ્નલો, માછીમારોને અપાઈ આ ચેતવણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!