GSTV

નીતિન પટેલનું ફરી એક વખત પત્તું કપાયું, મેટ્રો પ્રોજેક્ટની પત્રીકામાં નામ ભૂલી ગયા કે પછી..

Last Updated on March 3, 2019 by

ગુજરાતમાં ફરી એક વખત ડે.સીએમ નીતિન પટેલના નામની અવગણના કરાઇ હોય તેવું સામે આવ્યું છે. વડાપ્રધાન આગામી ચોથી માર્ચે અમદાવાદમાં મેટ્રોના ફેઝ વનનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે. જેના માટે આમંત્રણ પત્રિકામાં નીતિન પટેલનું નામ જ લખાયું નથી. નોંધનીય છે કે અગાઉ પણ અમદાવાદની VS હોસ્પિટલના કેમ્પસમાં અત્યાધુનિક SVP હોસ્પિટલના લોકાર્પણ કાર્યકમની આમંત્રણ પત્રિકામાંથી નીતિન પટેલનું નામ બાકાત રાખવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે અગાઉ સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ ગાયબ થયું હતું. જેને લઈને પણ ચર્ચાએ જોર પકડ્યું હતું. નીતિન પટેલ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી હોવા છતાં તેમનું નામ કપાઈ જતાં તેઓ ઉદ્ઘાટનના કાર્યક્રમમાં પણ હાજર રહ્યાં ન હતાં.

હોસ્પિટલના ઉદ્ધાટન પત્રકમાંથી નીતિન પટેલનું નામ ન હોવાનો એક ખુલાસો પણ સામે આવ્યો હતો. જેમાં સીએમઓ કે પીએમઓ ઓફિસમાંથી નીતિનભાઈનું નામ કપાયું છે તેવી વાતો ચાલુ થઈ હતી. જોકે પીએમનો કાર્યક્રમ હોય ત્યારે તમામ ડિઝાઇન પીએમઓ જ નક્કી કરે છે. સીએમઓમાંથી નામ પીએમઓમાં જાય છે અને પછી ત્યાંથી જ ફાઇનલ થઇને આવે છે. આમ મોદીની સૂચનાથી આમંત્રણ પત્રિકામાં નીતિનભાઈનું નામ કપાયું હોવાનું સ્પષ્ટ થયું હતું.

ત્યારે આ વખતે પણ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ -1ના લોકાર્પણ પત્રકમાંથી નીતિન પટેલનું નામ ગાયબ થયું છે. તો શું નીતિન પટેલ હાજરી આપશે કે નહીં તે જોવું રહ્યું. પરંતુ વારંવાર આ રીતે એક નાયબ મુખ્યપ્રધાનની અવગણના દેખાઈ રહી છે. જો કે આ અંગે ભાજપના કોઈપણ નેતાએ સ્પષ્ટ કારણ રજૂ કર્યું નથી. અને કરશે પણ નહીં તે વાતનો વિશ્વાસ છે.

Related posts

BJPમાં ફફડાટ: સત્તા વિરોધી લહેરથી ડરી ગઈ ભાજપ, હાલના ધારાસભ્યોમાંથી 50 ટકાને ઘરે બેસાડી દેશે, કામ કરશે તે ટકશે

Pravin Makwana

બાપ રે! મુન્દ્રા બંદરેથી ઝડપેલા હેરોઈનની કિંમત 200000000000 ને પાર, તાલિબાન-ISI કનેક્શનની આશંકા

Dhruv Brahmbhatt

વિનાશ: સ્પેનમાં 50 વર્ષ બાદ ફાટ્યો ખતરનાક જ્વાળામુખી, અમેરિકાથી લઈને કેનેડા સુધી સુનામીની એલર્ટ, 10 હજાર લોકો કરાયા શિફ્ટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!