રાજ્યના મુખ્યમંત્રી પદ પરથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા પછીથી આગામી મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલનું નામ મોખરે હતું અને શક્યતા પણ હતી કે તેઓ આગામી મુખ્યમંત્રી હોઇ શકે છે. જો કે ભાજપના મોવડી મંડળે ભૂપેન્દ્ર પટેલ પર મોહર મારી છે. નરેન્દ્ર સિંહ તોમરે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં પાટીદારને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરવામાં આવી રહી હતી. ત્યારે રાજ્યમાં પાટીદારના નેતા તરીકે નીતિન પટેલનું નામ મોખરે હતું. પરંતુ હવે તેમને સાઇડલાઇન કરાતા તેમની કારકિર્દીને લઇને પ્રશ્ન ઉભું થયું છે.
2014માં જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી નીતિન પટેલનું નામ ચર્ચામાં આવ્યું હતું. તે વખતે તેમણે ખુદ મિડીયા સમક્ષ કહ્યું હતું કે હું મુખ્યમંત્રી બનવા તૈયાર છું. જો કે તે સમયે નરેન્દ્ર મોદીએ સિનિયર મંત્રી આનંદીબહેન પટેલનું નામ આગળ કરતાં ખુદ અમિત શાહે તેમના નામ સાથે સંમતિ દર્શાવતાં નીતિન પટેલનું પત્તુ કપાઇ ગયું હતું. બીજી વખત જ્યારે આનંદીબહેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે તેઓ ફરી ચિત્રમાં આવ્યા હતા.
એ સમયે પણ તેમની નજીકના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાતના નવા મુખ્યમંત્રી નીતિન પટેલ છે અને અમે તેની તૈયારી કરી રહ્યાં છીએ. જો કે બીજી વખત અમિત શાહની પસંદ વિજય રૂપાણી રહ્યાં હતા પરંતુ નીતિન પટેલની નારાજગીના કારણે છેવટે તેમને નાયબ મુખ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું હતું. જો કે એ સમયે નાણા જેવો મહત્વનો વિભાગ નહીં આપતાં તેમણે હોદ્દો સ્વિકાર્યો ન હતો.
વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રીના નામ પર ગુજરાતમાં ચર્ચાઓ શરૂ થઈ રહી હતી અને આ વખતે પણ નીતિન પટેલ રાજ્યના ટોચના પદ માટે અગ્રેસર હતા. પાટીદાર નેતા અને સિનિયર મોસ્ટ કેબિનેટ મંત્રી હોવા છતાં તેમના નામ અગાઉ બે વખત ચર્ચાઇ ચૂક્યાં હતા. જો કે તેમનો છેલ્લો માસ્ટરસ્ટ્રોક હિન્દુઓ અને ભારતના બંધારણ અંગેનો હતો. આ વિધાનથી તેઓ હાઇકમાન્ડની નજરમાં વસી ચૂક્યાં હતા, કારણ કે ખુદ સીઆર પાટીલે તેમના વિધાનને સમર્થન આપ્યું હતું.
ALSO READ:
- અમદાવાદ! સિવિલમાં મુખ્યમંત્રીએ લીધી CPRની ટ્રેનિંગ , કોરોનાની ગંભીર મહામારી પછી યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું
- વાંદરાનો મેકઅપ કરતી જોવા મળી વાંદરી, વીડિયોને જોઈને લોકો બોલ્યા- બ્યુટિશિયન
- ઉનાળામાં તમને પણ હૃદયમાં બળતરા અને ખાટા ઓડકારની સમસ્યા છે તો આ રીતોથી સમસ્યા કરો દૂર
- Crime News/ સુહાગરાતના દિવસે કન્યાએ આપ્યું માસિક ધર્મનું બહાનું, પતિને રાહ જોવડાવી કર્યો મોટો કાંડ
- પ્લાસ્ટિકની બોટલનું નહીં પણ માટીના વાસણનું પાણી પીવો, તમને એક પછી એક ઘણા જબરદસ્ત ફાયદા થશે