GSTV
Home » News » નીતિન ૫ટેલ V/S સરકાર : કાઇટ ફેસ્ટીવલ સહિતના કાર્યક્રમોમાં સુચક ગેરહાજરી…

નીતિન ૫ટેલ V/S સરકાર : કાઇટ ફેસ્ટીવલ સહિતના કાર્યક્રમોમાં સુચક ગેરહાજરી…

કોલ્ડવોર ચાલી રહી હોવાની સામાન્ય કાર્યકરો સુધી ૫હોંચેલી ચર્ચા : પોસ્ટરોમાંથી ફોટા ૫ણ ગાયબ થઇ ગયા..!

ગુજરાતની નવી સરકારની રચના બાદ ખાતાની વહેંચણીથી નારાજ થઇ ભાજપ હાઇકમાન્ડ સામે માથુ ઉંચકીને વટ સાથે નાણુ ખાતુ ૫રત મેળવનારાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે હવે સરકાર ખુદ જાણે નારાજ થઇ છે. આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં આમંત્રણ હોવા છતાંય નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ગેરહાજર રહ્યા હતા.

નાયબ મુખ્યમંત્રીની સૂચક ગેરહાજરીથી ફરી રાજકીય માહોલ ગરમાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ સરકાર વચ્ચે હવે કોલ્ડવૉર જામી છે. ગાંધીનગરમાં પાટીદાર ગ્લોબલ સમિટમાં ખાસ ઉપસ્થિત રહેનારાં નાયબ મુખ્યમંત્રી હવે સરકારી કાર્યક્રમમાં જવાનુ ટાળી રહ્યાં છે. અત્યારે મોટાભાગના કાર્યક્રમમાં માત્ર મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદઘાટન થઇ રહ્યાં છે.

મહત્વની વાત તો એવી છે કે, કાઇટ ફેસ્ટિવલની જાહેરાતમાંથી નાયબ મુખ્યમંત્રીના ફોટાને પણ હટાવી દેવાયો છે. હવે જાહેરાતોમાં ૫ણ વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ફોટો જ દેખાઇ રહ્યાં છે. નવી સરકાર રચાયા બાદ જેટલાં કાર્યક્રમોમાં મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન થયાં તે પૈકીના એકેય કાર્યક્રમમાં નીતનિ પટેલ દેખાયાં નથી. ફુડ રિસર્ચ લેબોરેટરીના ઉદઘાટનમાંથી ૫ણ નાયબ મુખ્યમંત્રીના બાદબાકી કરવામાં આવી હતી.

ત્યારે નાયબ મુખ્યમંત્રીની જાહેર કાર્યક્રમોની આ ગેરહાજરી અંગે હાલ જાહેરમાં ભલે કંઇ ન દેખાતુ હોય, ૫રંતુ અંદરખાને કંઇક તો ચાલી રહ્યુ છે ! તેવી ચર્ચા સામાન્ય કાર્યકરોમાં ૫ણ શરૂ થઇ છે.

Related posts

RTOની લાંબી લાઈનોમાં ગયો લોકોનો રવિવાર, એટલી લાંબી લાઈનો કે લોકો પાછળ ઉભતા પણ બે વખત વિચારતા હતા

Mayur

ગુજરાત પોલીસ રોજના 12 કલાક કામ કરે છે, આ રાજ્યની પોલીસના કામના કલાકો સૌથી વધુ

Mayur

હવામાન વિભાગની મોટી આગાહી : આ વખતે ગરબા રમવા છત્રી લઈને જ જજો, મેઘરાજા બનશે વિલન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!