GSTV
Gandhinagar ગુજરાત

ત્રીજી વખત મુખ્યમંત્રી પદની રેસમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અગાઉ બે વખત નામ હતું ચર્ચામાં

ગુજરાતના હાલના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ત્રીજીવખત મુખ્યમંત્રી પદની રેસમાં આવ્યા છે. તેમના નામ અગાઉ બે વખત રેસમાં આવી ચૂક્યાં છે પરંતુ તેઓ આ સર્વોચ્ચ પદ સુધી પહોંચી શક્યા નથી. તેમના માટેનો આ ત્રીજો પ્રયાસ ખુશી લાવે છે કે ગમ તે ગણતરીના કલાકોમાં ખબર પડી જશે.

2014માં જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી નીતિન પટેલનું નામ ચર્ચામાં આવ્યું હતું. તે વખતે તેમણે ખુદ મિડીયા સમક્ષ કહ્યું હતું કે હું મુખ્યમંત્રી બનવા તૈયાર છું. જો કે તે સમયે નરેન્દ્ર મોદીએ સિનિયર મંત્રી આનંદીબહેન પટેલનું નામ આગળ કરતાં ખુદ અમિત શાહે તેમના નામ સાથે સંમતિ દર્શાવતાં નીતિન પટેલનું પત્તુ કપાઇ ગયું હતું. બીજી વખત જ્યારે આનંદીબહેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે તેઓ ફરી ચિત્રમાં આવ્યા હતા.

એ સમયે પણ તેમની નજીકના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાતના નવા મુખ્યમંત્રી નીતિન પટેલ છે અને અમે તેની તૈયારી કરી રહ્યાં છીએ. જો કે બીજી વખત અમિત શાહની પસંદ વિજય રૂપાણી રહ્યાં હતા પરંતુ નીતિન પટેલની નારાજગીના કારણે છેવટે તેમને નાયબ મુખ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું હતું. જો કે એ સમયે નાણા જેવો મહત્વનો વિભાગ નહીં આપતાં તેમણે હોદ્દો સ્વિકાર્યો ન હતો.

વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રીના નામ પર ગુજરાતમાં ચર્ચાઓ શરૂ થઈ છે અને આ વખતે પણ નીતિન પટેલ રાજ્યના ટોચના પદ માટે અગ્રેસર છે. નીતિન પટેલ માટેનો આ ત્રીજો પ્રયાસ કેવો હોઇ શકે છે તે ગણતરીના કલાકોમાં ખબર પડી જશે. પાટીદાર નેતા અને સિનિયર મોસ્ટ કેબિનેટ મંત્રી હોવા છતાં તેમના નામ અગાઉ બે વખત ચર્ચાઇ ચૂક્યાં છે. જો કે તેમનો છેલ્લો માસ્ટરસ્ટ્રોક હિન્દુઓ અને ભારતના બંધારણ અંગેનો હતો. આ વિધાનથી તેઓ હાઇકમાન્ડની નજરમાં વસી ચૂક્યાં છે, કારણ કે ખુદ સીઆર પાટીલે તેમના વિધાનને સમર્થન આપ્યું છે.

ALSO READ:

Related posts

BIG NEWS:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસના ચુકાદાને પડકારશે, સુરત કોર્ટે ફટકારી હતી 2 વર્ષની સજા

pratikshah

ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ઘેલછા ભારે પડી, બોટ મારફતે નદી પાર કરતાં કરતાં ઉછાળા મારતા વહેણમાં ડૂબી ગયાને ચાર લોકોએ જીવ ખોયા

pratikshah

અમદાવાદ! સિવિલમાં મુખ્યમંત્રીએ લીધી CPRની ટ્રેનિંગ , કોરોનાની ગંભીર મહામારી પછી યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું

pratikshah
GSTV