GSTV
ટોપ સ્ટોરી

પાટીદારોને ભાજપમાં ક્યારેય અન્યાય નથી થયો, શું 2022 બાદ CM પાટીદાર હશે કે નહીં તેને લઇને નીતિન પટેલનું મોટું નિવેદન

પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે 2022ની વિધાનસભા ચૂંટણી લડવા અંગે તેમજ પાટીદાર સીએમ મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલએ જણાવ્યું કે, ‘2022માં મારે ચૂંટણી લડવી કે નહીં તે પક્ષ નક્કી કરશે.’ વર્ષ 2022ની ચૂંટણી બાદ પણ પાટીદાર સીએમ હશે કે નહીં તે મુદ્દે પણ નીતિન પટેલે પોતાનો પક્ષ રજૂ કર્યો. નીતિન પટેલે જણાવ્યું કે, ‘2022માં પાટીદાર સીએમ હશે કે કેમ તે તો જે તે સમયે નક્કી થશે. પરંતુ પાટીદારોને ભાજપમાં ક્યારેય અન્યાય નથી થયો.’

ભૂપેન્દ્ર પટેલ જેવી વિનમ્ર વ્યક્તિ મેં મારી 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં નથી જોયા : નીતિન પટેલ

તમને જણાવી દઇએ કે, અમદાવાદમાં ઉમિયા ધામના ભૂમિ પૂજન સમારોહ દરમ્યાન પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં. જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલના નીતિન પટેલે ભરપેટ વખાણ કર્યા હતાં. નીતિન પટેલે જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલમાં ખૂબ વિનમ્રતાવાળા છે. તેમના જેવા વિનમ્ર વ્યક્તિ મેં મારી 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં જોયા નથી. ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદની ગરિમા વધારે તેવાં વ્યક્તિ છે. નીતિન પટેલે જણાવ્યું કે, ભૂપેન્દ્ર પટેલ સરકાર એક પછી એક ઘણાં સારા કાર્યો કરી રહી છે. ત્યારે આ તમામ સારા કામોનો જશ ભૂપેન્દ્ર પટેલને મળે તેવી મારી ઇચ્છા છે.

READ ALSO :

Related posts

જેલમાં બંધ નરગિસ વતી તેના બાળકો નોબેલ પ્રાઈઝ સ્વીકારશે, 31 વર્ષથી ઈરાનની જેલમાં છે નરગિસ

Rajat Sultan

Vishnu Deo Sai / જાણો છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય વિશે

Nakulsinh Gohil

વિષ્ણુદેવ સાય બનશે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, મોદી સરકારમાં રહી ચુક્યા છે મંત્રી

Rajat Sultan
GSTV