GSTV
Gujarat Government Advertisement

આજે પણ કદાચ બીજા રાજીનામા પડી શકે છે : નીતિન પટેલનો ધડાકો

નગરપાલિકા

Last Updated on March 16, 2020 by Mayur

ગુજરાત કોંગ્રેસમાં થયેલા ભંગાણ બાદ આજે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ધારાસભ્યોના રાજીનામા પર મહત્વનું નિવેદન આપ્યું હતું. નીતિન પટેલે ગુજરાતના ધારાસભ્યોના રાજીનામા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મને ટીવીના માધ્યમથી આ સમાચાર મળ્યા. કોંગ્રેસમાં જૂથબંધી વધી છે. આજે પણ કેટલાક ધારાસભ્યોના રાજીનામા પડી શકે છે. નીતિન પટેલે રાજીનામા આપનારા ધારાસભ્યોને ભાજપમાં જોડાવા માટે પણ આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, વિકાસ કરવો હોય તો સંપર્ક હોવા જોઈએ. સરકાર સાથે મંત્રીઓ સાથે સારા સંબંધો હોવા જોઈએ. નીતિન પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મહાત્મા મંદિરની વાત ટાંકતા કહ્યું કે, મારે દુખ સાથે કહેવું છે કે ગુજરાતના કેટલાક ધારાસભ્યો એ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી કે મહાત્મા મંદિર ન જોયું હોય તેવા પણ છે. વધુમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં કેટલાક જ લોકોને સાચવવામાં આવતા હતા. ભાજપનું નેતૃત્વ જોઈ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાવા ઉત્સુક.

મંગળ ગાવિતનું આવજો

રાજ્યસભાની ચૂંટણી યોજાય તે પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોના ટપોટપ રાજીનામા પડી રહ્યાં છે. ગઇ કાલે ચાર ધારાસભ્યો ભાજપની શામ, દામ, દંડ-ભેદની નીતિની જાળમાં સપડાયેલાં ચાર કોંગ્રેસી ધારાસભ્યોએ પક્ષની વંડી ઠેકીને હાથનો સાથ છોડયો ત્યારે આજે ફરી એક ધારાસભ્યએ કોંગ્રેસ સાથે છેડો ફાડી રાજીનામું આપી દીધું છે. ડાંગના કોંગ્રેસી ધારાસભ્ય મંગળ ગાવિતે વિધાનસભાના સ્પીકરના ઘરે જઈને પોતાનું રાજીનામું ધરી દીધું છે. આ સાથે જ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ સંખ્યા 68 થઈ ગયું છે.

કોણ છે મંગળ ગાવિત ?

મંગળ ગાવિત ગત રાતે વિધાનસભાના અધ્યક્ષને ત્યાં પહોંચીને રાજીનામું આપ્યું. તેઓ ૨૦૧૭માં ડાંગ વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. આદિવાસી વિસ્તારમાં તેઓ ૩૫ વર્ષ સુધી શિક્ષણ જગત સાથે જોડાયેલા રહ્યા. ૧૯૯૬ પહેલાથી રાજીનીતિમાં આવેલા મંગળ ગાવીત ૧૯૯૬માં આહવા તાલુકા પંચાયતના પ્રમુખ પદે રહ્યા.. જે બાદ તેઓ ૨૦૦૦થી ૨૦૦૫ સુધી ડાંગ જિલ્લા પંચાયતમાં જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન રહ્યા.

પ્રવિણ મારૂનું પણ બાય બાય

દલિત નેતા અને ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂએ પણ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જવા તૈયારી કરી દીધી છે. તેમણે ય વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ આપી દીધુ છે. આમ,રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ પક્ષ છોડી ભાજપમાં જોડાવવા નિર્ણય કર્યો છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ચાર રાજીનામા મળ્યા છે તેવો એકરાર કર્યો છે.એટલું જ નહી, આવતીકાલે કયા ધારાસભ્યોએ રાજીનામા ધર્યા છે તેની જાહેરાત કરશે.

ભાજપ ત્રણ બેઠકો જાળવી રાખશે

કોંગ્રેસના ચારેય ધારાસભ્યોએ વિવિધ શરતો મૂકી હતી તે તમામ શરતો આધારે રાજકીય સોદાબાજી કર્યા બાદ રાજીનામા આપ્યા હતાં. કોંગ્રેસના ધારાસભ્યોના એક પછી એક રાજીનામા બાદ ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે. અત્યારે પરિસ્થિતી જોતાં કોંગ્રેસની બે બેઠકો પૈકી એક બેઠક પર હાર નિશ્ચિત મનાઇ રહી છે.આ વખતે ભાજપ ત્રણેય બેઠકો જાળવી રાખશે તે નક્કી છે.

ચાર ધારાસભ્યોના સ્વેચ્છિક રાજીનામા મળ્યાં છે : અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી

એક તરફ,કોંગ્રેસના નેતાઓએ એવો દાવો કર્યો છેકે, એકેય ધારાસભ્યએ કોંગ્રેસ છોડી નથી. બીજી તરફ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સત્તાવાર રીતે જણાવ્યુ છેકે, ગઇકાલ સાંજના પાંચ વાગ્યથી રાત્રીના 12 વાગ્યા સુધીમાં ચાર કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા આપ્યા છે. આ ચારેય ધારાસભ્યોના રાજીનામા પત્રનો સ્વિકાર કર્યો છે. આ ચારેય ધારાસભ્યોએ મને રૂબરૂમાં આવીને રાજીનામા આપ્યા છે જેમનુ યોગ્ય વેરિફિકેશન કરી સ્વિકાર કરવામાં આવ્યો છે જેથી હવે તેઓ ધારાસભ્યો રહેતા નથી. જોકે, રાજેન્દ્ર ત્રિવેદીએ નામ આપવા અંગે મૈાન ધારણ કર્યુ છે. તેઓ આવતીકાલે વિધાનસભામાં નામોની જાહેરાત કરે તેવી શક્યતા છે.

સાયોનારા કરનારા ધારાસભ્યો

ક્રમધારાસભ્યસીટ
1જે.વી.કાકડિયાધારી
2સોમા ગાંડા પટેલલિંબડી
3પ્રદ્યુમ્નસિંહ જાડેજાઅબડાસા
4પ્રવિણ મારૂગઢડા
5મંગળ ગાવિતડાંગ

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટો નિર્ણય / ખેડૂતોની મોટી રાહત! મોદી સરકારે DAP પર વધારી સબ્સિડી, હવે આટલા રૂપિયામાં મળશે ખાતર

Zainul Ansari

તારાપુર-વટામણ હાઈવે અકસ્માત પર પીએમ મોદીએ વ્યક્ત કરી સંવેદના, મૃતકના પરિવારને મળશે 2 લાખ રૂપિયાની આર્થિક સહાય

Pritesh Mehta

મોટા સમાચાર: મોદી સરકાર હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બૂસ્ટ આપવા માટે આપશે 50 હજાર કરોડ રૂપિયાનું ક્રેડિટ ઈન્વેસ્ટમેન્ટ, અચ્છે દિન આવશે!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!