GSTV

ચકચારી ઘટના/ ઘરમાં જ ચાલતા ગર્ભપાત રેકેટના પર્દાફાશથી રૂપાણી સરકાર હચમચી ગઇ, દોડતા થઇ ગયા નીતિન પટેલ

ગર્ભપાત

Last Updated on July 17, 2021 by Bansari

સંતરામપુરમાં ગર્ભપાતની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે. ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ મુદ્દે પ્રતિક્રિયા આપી. નીતિન પટેલે જણાવ્યું કે કોઇ પણ સ્થળે ગર્ભપાત કરવો એ ગેરકાયદેસર છે. હું આ વીડિયો બાબતે તપાસ કરીને યોગ્ય પગલાં ભરીશ તેવી ખાતરી નાયબ મુખ્યપ્રધાને આપી.

  • ખેરાલુ ખાતે એપીએમસીનું ઉદઘાટન
  • નાયબ મુખ્યમંત્રી ના હસ્તે થયું ઉદઘાટન
  • સંતરામ પુર ખાતે ગર્ભપાત નો વિડિઓ વાઇરલ થવું મામલે આપ્યું નિવેદન
  • કોઈ પણ સ્થળે ગર્ભપાત કરવો એ ગેરકાયદેસર છે
  • હું વિડિઓ બાબતે તપાસ કરીને યોગ્ય પગલાં ભરીશ

મહીસાગરના સંતરામપુરમાં બેરોકટોકપણે ચાલતા ગર્ભપાતના વેપારનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. મહીસાગર જિલ્લામાં બાળકોની પેટમાં જ હત્યા કરવાની ઠેર-ઠેર હાટડીઓ ચાલી રહી છે. ત્યારે એક મહિલાના ગર્ભપાતનો વીડિયો સામે આવતા ચકચાર મચી છે. આ વીડિયોમાં 4 જેટલી મહિલાઓ એક મહિલાને જમીન પર સુવડાવી ગર્ભપાત કરી રહી છે. ગર્ભપાતના આ દ્રશ્યો હૈયુ હચમચાવી નાંખનારા છે.

ગર્ભપાત
  • મહીસાગર જિલ્લા માં પેટ માંજ બાળક ની હત્યા નો એક્સકલુજીવ વિડિઓ GSTV પાસે
  • જિલ્લા માં બાળકો ને પેટ માંજ હત્યા કરવાની ઠેર ઠેર ચાલી રહી છે હાટડીઓ
  • એક જાગૃત નાગરિક દ્વારા વિડિઓ GSTV ને આપ્યો
  • GSTV ના સર્ચ ઓપરેશન માં વિડિઓ સંતરામપુર નો હોવાનું આવ્યું બહાર
  • સંતરામપુર માં મહિલા ના પેટ માં રહેલું બાળક બહાર આવે તે પહેલાં જ હત્યા નો મોટો કારોબાર ચાલતો હોવાનો GSTV નો પર્દાફાશ
ગર્ભપાત
  • મહિલા ને દવાખાને થી ઈન્જેકશન મૂકી રહેણાંક મકાન ભાડે લઇ ને હત્યા ની હાટડીઓ ચલાવવામાં આવી રહી છે
  • આરોગ્ય વિભાગ અજાણ કે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે ?
  • GSTV દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી ને વિડિઓ આપી જાણ કરાઈ
  • આરોગ્ય અધિકારી એ હત્યા નો ગુનો નોંધાય તેવું જણાવ્યું

Read Also

Related posts

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana

લેભાગુઓના કરતૂત યથાવત: છેલ્લા આઠ વર્ષમાં શહેરની વિવિધ બેન્કોમાં 6 કરોડથી વધુ નકલી નોટો થઈ જમા!

pratik shah

કરોડોનું આંધણ/ તળાવોના બ્યુટિફિકેશનમાંથી કૌભાંડનો કદરૂપો ચહેરો જ ડોકાઇ રહ્યો છે, કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા તળાવોમાં ઢોર ફરતા દેખાયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!