GSTV

Big Breaking: ગરબાના શોખીનો માટે ખુશખબર, કોરોના કાળ વચ્ચે ગુજરાતમાં યોજાઇ શકે છે નવરાત્રી પરંતુ શરતો સાથે

Last Updated on September 10, 2020 by Bansari

નવરાત્રીનો તહેવાર નજીક છે ત્યારે ગરબાના શોખીનોને જે સૌથી વધુ મૂંઝવી રહેલો પ્રશ્ન છે કે કોરોના મહામારી વચ્ચે આ વર્ષે નવરાત્રીનું આયોજન થશે કે નહી.તેવામાં ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગરબાના આયોજનને લઇને સંકેતો આપ્યા છે. તેમણે જણાવ્યું કે નવરાત્રીની મંજૂરી માટે વિચારણા ચાલી રહી છે. ગરબાએ ગુજરાતની ઓળખ છે ત્યારે ડેપ્યુટી સીએમે મહત્વપૂર્ણ નિવેદન આપ્યુ છે.

નવરાત્રીના આયોજનને લઇને નીતિન પટેલે આપ્યા આ સંકેતો

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવશે કે નહીં તે અંગે વિચારણા કરવાની વાત કહી હતી. તેમણે એક પ્રેસ કોનફરન્સમાં જણાવ્યું હતું કે વર્ષોથી નવરાત્રીની રાહ જોઈ રહેલા દિકરા દિકરીઓ ગરબે ઘુમવા આતુર રહે છે. તેમની ભાવનાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર નવરાત્રી ઉજવવા અંગેના પ્રસ્તાવ પર વિચારણા કરી શકે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે નવરાત્રી રાજ્ય સરકાર અમુક ગાઈડાઈન્સને ધ્યાનમાં રાખીને નવરાત્રીની ઉજવણી કરવા અંગે વિચારણા કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગરબા ગુજરાતની ઓળખ છે. માટે ગરબા રમવા માટે કેટલા લોકો, કેટલા સમય માટે અને ક્યારે ગરબા રમી શકે તે અંગે પણ વિચારણા કરવામાં આવશે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે કોરોના સંકટ અટકે તે પણ જરૂરી છે.

Read Also

Related posts

ઠાગાઠૈયા/ એક વર્ષનો સમય વીતી ગયો છતાં ગુજરાતના ‘ગુંડા’ એક્ટને મંજૂરી નહીં, કેન્દ્રની સ્પષ્ટતા છતાં કાયદો અદ્ધરતાલ

Pravin Makwana

મોટો ફફડાટ/ નવા વેરિયન્ટ ઓમિક્રોનને પગલે કાઇટ ફેસ્ટિવલ પર સંકટ, ગુજરાત ટુરિઝમની વેઇટ એન્ડ વૉચની નીતિ

Pravin Makwana

નદીઓમાં પ્રદૂષણ/ ગુજરાતની નર્મદા-સાબરમતી સહિત 20 નદીઓ પ્રદૂષિત, મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ ૫૩ નદી પ્રદૂષિત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!