GSTV

જળયાત્રા / ભગવાન જગન્નાથનો કરાયો જળાભિષેક, નીતિન પટેલનું રથયાત્રાને લઇને મહત્વનું નિવેદન

Last Updated on June 24, 2021 by Dhruv Brahmbhatt

અમદાવાદના જગન્નાથ મંદિરમાં આજે ભગવાન જગન્નાથની જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને કાયદામંત્રી પ્રદિપસિંહ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યારે નીતિન પટેલે જળયાત્રામાં હાજરી આપ્યા બાદ મંદિરમાં ભગવાન જગન્નાથનો જળાભિષેક કર્યો હતો. જ્યાર બાદ નીતિન પટેલે જણાવ્યું કે, ‘કોરોનાના કારણે મર્યાદિત સંખ્યામાં લોકોને સાથે રાખી જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સાબરમતી નદીમાંથી જળ લાવી વિધિવત રીતે જળયાત્રાની ઉજવણી કરવામાં આવી છે.’

સરકારના સહયોગમાં રહીને રથયાત્રા અંગે નિર્ણય લેવાશે: નીતિન પટેલ

વધુમાં જણાવ્યું કે, ‘ગૃહમંત્રી અને ટ્રસ્ટીઓની હાજરીમાં જળ લાવીને મર્યાદિત સંખ્યામાં ભગવાનનો પવિત્ર જળાભિષેક કરાયો છે. તમામ ધાર્મિક વિધિ પૂર્ણ કરવામાં આવી છે. વેક્સિનેશનનું કામ સરકાર દ્વારા પુરજોશમાં હાથ ધરાયું છે. મંદિરમાં પણ વેક્સિનેશન સેન્ટર શરૂ કરાયું છે. અમદાવાદ પોલીસની મદદથી આ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. દર વર્ષે અમદાવાદના ધારાસભ્ય તરીકે પ્રદીપસિંહ મંદિરમાં મદદ કરે છે. સરકારના સહયોગમાં રહીને રથયાત્રા અંગે નક્કી કરવામાં આવશે.’

આ અંગે મંદિરના મહંતે જણાવ્યું હતું કે, ‘144મી રથયાત્રા પહેલાં આજે જળયાત્રા યોજાઈ છે. જે રથયાત્રાનો પ્રથમ પડાવ છે. કોરોનાને ધ્યાનમાં રાખીને મર્યાદિત સંખ્યામાં આ મહોત્સવ યોજાયો છે. રથયાત્રા પણ કોરોનાની સ્થિતિ જોઈ યોજવામાં આવશે.’

અત્રે નોંધનીય છે કે, અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 144મી જળયાત્રા યોજવામાં આવી. શહેરમાં જમાલપુર જગદીશ મંદિરેથી નીકળતી રથયાત્રા પૂર્વે જળયાત્રાનો ગજરાજ, ધ્વજપતાકા સાથે વરઘોડો નીકળ્યો હતો. જેમાં મંદિરના મહંત દિલીપદાસજી સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ જોડાયા હતાં. સાબરમતીના સોમનાથ ભુદરના આરે ગંગાપૂજન કરવામાં આવ્યું હતું.

મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે, ‘રથયાત્રા પહેલાં જેઠ મહિનાની પૂનમના દિવસે જળયાત્રા મહોત્સવ યોજાતો હોય છે. ગંગા નદીનું પાણી લાવીને એનાથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવતો હોય છે. ત્યારે આજે પૂનમના દિવસે 108 કળશમાં નદીનું જળ ભરીને મંદિરમાં લાવવામાં આવ્યું હતું. બાદમાં ભગવાનનો અભિષેક કરી ભગવાન ગજવેશ ધારણ કર્યો હતો. બપોર બાદ ભગવાન મામાના ઘરે જશે. આ વખતે કોરોનાના કારણે 50થી પણ ઓછા લોકો હાજર રહ્યાં હતાં.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

સાબરમતિ રિવરફ્રન્ટ પર સુરક્ષાનો અભાવ: મોટાભાગની જગ્યાએ CCTV કેમેરા નથી, ગુનાનો ભેદ ઉકેલવા અનેક મુશ્કેલીઓ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!