GSTV
Home » News » ગુજરાતમાં જગતના તાત સાથે અન્યાય, વિધાનસભામાં ખેડૂત દેવા માફી ખાનગી બિલને ફગાવી દેવાયું

ગુજરાતમાં જગતના તાત સાથે અન્યાય, વિધાનસભામાં ખેડૂત દેવા માફી ખાનગી બિલને ફગાવી દેવાયું

વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા ખેડૂત દેવા માફી ખાનગી બિલને ફગાવી દેવાયું છે. શાસક પક્ષે બહુમતીના જોરે ખાનગી બિલનો છેદ ઉડાડી દીધો છે. કોંગ્રેસે મતદાનની માંગણી કરતા બહુમતીથી ખાનગી વિધેયક ફગાવી દેવાતા કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. કોંગ્રેસે ખેડૂતોના દેવા માફ કરો જેવા પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યા હતા. અને ગૃહ પત્યા પછી સચિવ ડી. એમ. પટેલને ધારાસભ્યોએ ઘેર્યા હતા. વિપક્ષના નેતા પરેશ ધાણાનીએ ગૃહમાં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉભો કર્યો હતો. જ્યારે કે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કોંગ્રેસને ખેડૂતોના શોષણખોર કહેતા વિપક્ષે હોબાળો કર્યો હતો.

નીતિન પટેલે કહ્યું હતુ કે દેવું અને ધિરાણ વચ્ચે તફાવત સમજવો જોઈએ. અગાઉ યુપીએ સરકારે 72 હજાર કરોડનું દેવું માફ કર્યું તેમ છતાં કિસાન દેવાદાર છે. ધીરાણ શું અને દેવું શું? તે તફાવત જાણવો જોઈએ. ગુજરાતના ખેડૂતોને દેવાદાર કહેવાનું બંધ કરો અને બદનામ ના કરો. લોન લેવી એટલે ધિરાણ કહેવાય. મોર્ગેજ થયેલી વસ્તુ માટે લોન મળે છે. જો એ લોન પાછી ના ભરે તો એ દેવાદાર થાય. મહત્વનું છે કે વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા દ્વારા ખેડૂત દેવા માફીનું ખાનગી વિધેયક રજૂ થાય તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં જય જવાન, જય કિસાનના નારા લગાવ્યા હતા.

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યા આક્ષેપ

તો આ તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યા કે 25 વર્ષથી ભાજપની સરકાર છે. ચૂંટણી આવે ત્યારે ખેડૂતોની વાતો કરવાની અને સત્તા આવે એટલે ઉદ્યોગપતિઓના કામ કરવાના. ખેડૂતના ખેતર સુધી પાણી નથી પહોંચ્યું. પાકવીમા માટે ખેડૂતો આંદોલન કરે છે તેની વાત સાંભળવામાં નથી આવતી. અને ખાનગી કંપનીઓને કરોડો રૂપિયાનો નફો કરાવવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. કોંગ્રેસ દ્વારા દેવા માફીનું બિલ લાવવામાં આવ્યું તેને ભાજપે સમર્થન કરી ખેડૂતોને સહાય કરવાની જરૂર હતી. પરંતુ સરકારે નિષ્ઠુરતા પૂર્વક બિલને નકારી દીધું.

READ ALSO

Related posts

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા પર રાજનીતિ ગરમાઇ, ડે.સીએમ નીતિન પટેલે આપ્યું મોટું નિવેદન

Riyaz Parmar

લુટેરી દુલ્હન ગેંગનાં આરોપીનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થતા ચકચાર

Nilesh Jethva

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તીડનું આક્રમણ યથાવત, કૃષિમંત્રી થયા દોડતા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!