GSTV
Gandhinagar ટોપ સ્ટોરી

ટોક ઓ ધ ટાઉન બનેલા વિજય રૂપાણીના રાજીનામા પર કર્યા નીતિન પટેલે મોટા ધડાકા, એ પોતે જ ચોંકી ગયા હતા

વિજય રૃપાણી સરકારને ઘરભેગી કરવાનો નિર્ણય કેન્દ્રિય ભાજપા મંડળે ગાંધીનગરમાં કોઈને વિશ્વાસમાં લીધા વગર કર્યો હતો. નીતિન પટેલની વાતોમાંથી તેનો ખુલાસો મળે છે. નીતિન પટેલે એક મુલાકાતમાં કહ્યું હતું કે મને પણ 11 તારીખે એટલે કે જે દિવસે વિજયભાઈએ રાજીનામું આપ્યું એ દિવસે જ ખબર પડી હતી. ભાજપના દિલ્હી સ્થિત નેતાઓએ નીતિન પટેલ જેવા સિનિયર મંત્રીને પણ આ મુદ્દે વિશ્વાસમાં લીધા ન હતા કે જાણકારી આપી ન હતી. નીતિન પટેલે કહ્યું હતું કે જે નિર્ણય લેવાયો છે એ દિલ્હીથી લેવાયો છે. ત્યાં મોટા અને અનુભવી નેતાઓ છે. તેમને આવા નિર્ણયો લેવાનો તથા મંત્રી મંડળ બદલવાનો હક્ક છે.

રસપ્રદ વાત એ છે કે વિજય રૃપાણી મુખ્યમંત્રી પદ પરથી ઉતર્યા અને ભૂપેન્દ્ર પટેલ સત્તા પર આવ્યા. પરંતુ લોકોને એ કોઈમાં રસ નથી. ટોક ઓફ ધ ટાઉન કોઈ હોય તો એ નીતિન પટેલ છે. કેમ કે જાહેર જીવનમાં નીતિન પટેલે ઘણી પ્રતિષ્ઠા મેળવી છે. વળી તેમનો મળતાવડો સ્વભાવ પણ લોકોને માફક આવી ગયો છે. એટલે નીતિન પટેલ શું કરશે તેના પર સૌની નજર છે જ. પરંતુ હાલ તો નીતિન પટેલે મોવડી મંડળને માફક અને પોતે ભાજપ સાથે જ છે એવું પ્રસ્થાપિત થાય એવી વાતો કરી છે.

રાજીનામાના દિવસ એટલે કે 11મી તારીખનો ઘટનાક્રમ વર્ણવતા તેમણે કહ્યું હતુ કે મને નિર્ણયની કોઈ જાણકારી ન હતી. પણ એ દિવસે બપોરે સરદાર ધામનો કાર્યક્રમ પુરો થયો એ પછી મુખ્યમંત્રીએ મને એમના બંગલે બોલાવ્યો હતો. ત્યારે દોઢેક વાગ્યા હતા. મને કહેવામાં આવ્યું કે હું રાજીનામું આપવા જાવ છું. ત્યારે જ મને ખબર પડી કે વિજયભાઈને રાજીનામું આપવાની કેન્દ્રમાંથી સૂચના મળી છે. એ પછી અન્ય નજીકમાં હતા એ નેતાઓને બોલાવ્યા. વિજય ભાઈ એકલા જાય એ સારું ન લાગે એટલે હું પણ એમની જ સરકારી કારમાં બેઠો અને રાજ્યપાલના નિવાસસ્થાને જઈને અમે રાજીનામું આપ્યું. પણ હું વિજયભાઈના ઘરે પહોંચ્યો એ પહેલા મને આ વાતનો કોઈ ખ્યાલ હતો જ નહીં.

નીતિન પટેલના નામો 3 વાર મુખ્યમંત્રી તરીકે ચર્ચાયા અને એકેય વખત એ બની શક્યા નહીં. જ્યારે કે પ્રજા અને ખુદ ભાજપના સભ્યો પણ માને છે કે વિજયભાઈ પછી કોઈ મંત્રીને લાયક હોય તો એ નીતિન ભાઈ છે. વહિવટ પર તેમની પકડ જબરદસ્ત છે એ સૌ જાણે છે. એવી પણ વાતો સતત ચાલતી રહી કે તેમને અને વિજયભાઈને બનતું ન હતું. એટલે વિજયભાઈના રાજીનામાની જાણકારી તેમને છેલ્લી ઘડી સુધી ન હતી. સુત્રો મુજબ તો રાજીનામું આપવાની સૂચના વિજયભાઈને તો જોકે આગલી રાતે મળી હતી, પરંતુ સરદાર ધામનો કાર્યક્રમ હતો અને એમાં વડા પ્રધાન હાજર રહેવાના હતા. એટલે એ કાર્યક્રમ પતે એ પહેલા રાજીનામું આપવાનું શક્ય ન હતું. તેમણે કહ્યું હતું કે અત્યારે પાર્ટીનો નિર્ણય સૌ કોઈએ સ્વિકાર્યો છે અને આગામી દિવસોમાં પણ કોઈ અસંતોષ વગર કામ થશે એવી મને અપેક્ષા છે.

જમીન

તેમણે ભાજપના નિર્ણય અંગે કહ્યું હતું કે મોવડી મંડળે લીધેલો આ નિર્ણય આખા ભારતમાં સંભવત: પ્રથમ વારનો છે. કેમ કે અગાઉ કોઈ રાજ્યમાં આ રીતે સમગ્ર મંત્રી મંડળ બદલ્યું હોવાનું જાણમાં નથી. માટે આવો નિર્ણય લેતા પહેલા તેના પ્લસ-માઈનસ પણ મોવડી મંડળે વિચાર્યા જ હશે એમ નીતિનભાઈએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે નવા મંત્રી મંડળમાં કોને સમાવવા કે કોને ક્યુ ખાતુ આપવું એ ચર્ચા મેં કોઈની સાથે કરી નથી, મારી સાથે પણ એ મુદ્દે કોઈએ કરી નથી. એ મુદ્દામાં હું સાવ અલિપ્ત છું.

જોકે હકીકત એ છે કે નીતિન ભાઈ શું કરશે એ ભાજપને પણ એટલી જ ચિંતા છે. આગામી દિવસોમાં એ કંઈ નવાજૂની કરે છે કે કેમ એના પર સૌની નજર અત્યારે તો લાગેલી છે.

Read Also

Related posts

BIG NEWS:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસના ચુકાદાને પડકારશે, સુરત કોર્ટે ફટકારી હતી 2 વર્ષની સજા

pratikshah

ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ઘેલછા ભારે પડી, બોટ મારફતે નદી પાર કરતાં કરતાં ઉછાળા મારતા વહેણમાં ડૂબી ગયાને ચાર લોકોએ જીવ ખોયા

pratikshah

અમદાવાદ! સિવિલમાં મુખ્યમંત્રીએ લીધી CPRની ટ્રેનિંગ , કોરોનાની ગંભીર મહામારી પછી યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું

pratikshah
GSTV