GSTV

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવીશું, જાહેરાત થતાં ભાજપ ગેલમાં : નીતિન પટેલ અને પાટીલે જીતના કર્યા દાવા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ચૂંટણી અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ હતુ કે, વિધાનસભાની ચૂંટણી સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ ભાજપ માટે મહત્વની છે. રાજ્યમાં ભાજપે તમામ લોકસભાની બેઠક પર જીત હાંસલ કરી છે. ત્યારે રાજ્યમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ ભાજપ જીત હાંસલ કરશે. ગત ચૂંટણીમાં ભાજપ જે બેઠક પર હાર્યુ હતુ તેને હાંસલ કરવા માટે ભાજપ પ્રયાસ કરશે. રાજ્યમાં આજે સુશાસન અને ગુડ ગવર્નસનું વાતાવરણ ઉભુ થયુ છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, પહેલા શહેરી વિસ્તારમાં અને પછી ગ્રામીણ વિસ્તારમાં મતગણતરી થાય છે. જેથી આ માટે કોઈ નવો પ્રશ્ન ઉભો થતો નથી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થતા સાથે જ રાજકીય પક્ષોમાં ધમધમાટ વધ્યો છે. ત્યારે આ બાબતને લઈને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યુ કે વિકાસના કામો થયા છે. જેને લઈને અમે મતદારો પાસે જઈશું.મતદારોનો વિશ્વાસ અને ભરોસો અમારી પાસે છે.

ગુજરાતમાં આજથી આચાર સંહિતા લાગી ગઈ છે. કારણ કે, આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ છે. રાજ્ય ચૂંટણી પંચે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખો જાહેર કરી છે. જે અંતર્ગત બે તબક્કામાં આ ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બાદમાં નગરપાલિકા તથા પંચાયતોની ચૂંટણીઓ યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે. જ્યારે 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચે મતગણતરી યોજાશે.

READ ALSO

Related posts

1લી માર્ચથી રાજ્યમાં 60 વર્ષથી ઉપરના લોકોને અપાશે કોરોના વેક્સિન, અહીં અપાશે વિના મૂલ્યે

Pravin Makwana

રસીકરણ મહાઅભિયાનનો બીજો તબક્કો: કોને લાગશે રસી, કેટલા આપવા પડશે રૂપિયા, આ રહી સમગ્ર વિગતો, જે તમારા કામમાં લાગશે

Pravin Makwana

કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!