રાજ્યમાં મુખ્યમંત્રી સહિત આખા મંત્રીમંડળ બદલાતા ભાજપમાં અંદરો અંદર વાકયુદ્ધ શરૂ થયું છે. ભાજપના સાંસદ નારણ કાછડીયાએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ખૂબ જ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગાંધીનગર આવીએ તો નીતિન પટેલ સામું પણ જોતા ન હતા. તેના પર હવે નીતિન પટેલનો જવાબ સામે આવ્યો છે.

રાજ્યના પૂર્વ નાયબ પ્રધાન નીતિન પટેલે જવાબ આપતા જણાવ્યું કે નારણ કાછડિયા એક ડોક્ટરની બદલી લઈને આવ્યા હતા. નારણભાઈએ ક્યાં ડોક્ટરની વાત કરી એ મારા ધ્યાને નથી. હવે હું આરોગ્ય મંત્રી નથી, મારી પાસે કોઈ ડેટા ન હોય. સૌની યોજના મામલે નીતિન પટેલ એવું કહ્યું કે નારણ કાછડિયા સૌની યોજનાની વાત કરી હતી. જે આ સિંચાઈ મંત્રી હસ્તક આવે છે. સૌની યોજનાની કામગીરી મારી પાસે ન હતી.
ઉલ્લેખનીય છે કે નવી સરકાર રચાયા બાદ ભાજપમાં સિનિયર નેતાઓએ વાકયુધૃધ છેડયુ છે. એક બાજુ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભાજપના નેતાઓને વિભીષણ અને મંથરા સાથે સરખાવી વિરોધના સૂર છેડી રહ્યાં છે.
તો, બીજી તરફ, ભાજપના સાંસદ નારણ કાછડિયાએ પણ ફેસબુક પર નીતિન પટેલને નકામા નેતા ગણાવ્યા છે.તેમણે ફેસબુક પર એવી કોમેન્ટ લખી છેકે, ગાંધીનગર જઇએ તો નીતિનભાઇ સામુય જોતા હતાં. કામની વાત તો બાજુએ રહી.
નો રિપીટ થિયરીને કારણે રૂપાણી સરકારના બધાય મંત્રીઓને ઘેર બેસવાનો વારો આવ્યો છે જેના કારણે સિનિયર મંત્રીઓ નારાજ છે તેમાં ય પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણામાં જાહેર મંચ પરથી એવુ કહ્યુ હતુંકે, ભાજપ પક્ષમાં કેટલાંક લોકો એવા છેકે,હું મહેસાણા આવુ છું તો ય તેમને ગમતુ નથી.

ભાજપમાં વિભિષણ અને મંથરા છે.આ નિવેદન બાદ ભાજપના સિનિયર નેતાઓ વચ્ચે વાકયુધૃધ જામ્યુ છે. ભાજપના સાંસદ નારણ કાછડિયાએ સોશિયલ મડિયાના માધ્યમથી આડકતરો સંદેશો આપ્યોકે, નીતિન પટેલ કોઇનુ કામ કરતાં ન હતાં.
કાછડિયાએ ફેસબુક પર એવી કોમેન્ટ લખી કે, અમે ગાંધીનગર આવતાં તો નીતિન પટેલ સામુ ય જોતા ન હતાં. કામની વાત તો દૂર રહી. તેમણે વિભિષણ અને મંથરાના નિવેદન અંગે પણ એવી કોમેન્ટ કરીકે, હવે તમને ખબર પડી. એવી ય જાણકારી મળી છેકે, એક ડોક્ટરની બદલી મુદ્દે સાંસદ નારણ કાછડિયા અને નીતિન વચ્ચે તુંતુંમેમે થઇ હતી.
ખુદ ભાજપના ધારાસભ્યો-નેતાઓમાં ય ગણગણાટ છેકે, ડૉક્ટરો,નર્સની બદલી કરવા કેટલીય ભલામણો કરવામાં આવે તો નીતિન પટેલ કોઇનુ ય માનતા ન હતાં અને મનમાની કરતા હતા. અત્યારે સોશિયલ મિડીયામાં ભાજપના સિનિયર નેતાઓ જાહેરમાં નીતિન પટેલ સામે વિરોધના સૂર વ્યક્ત કરી રહ્યાં છે.

કૃષિ મંત્રીએ જ ભાજપ સરકારને બાબા આદમની સરકાર ગણાવી
ખુદ કૃષિ મંત્રી રાઘવજી પટેલ જ બફાટ કર્યો છે. જામનગર સહિત અતિવૃષ્ટિ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત વખતે રાઘવજી પટેલ જાહેરમાં કહ્યું કે, અસરગ્રસ્ત ખેડૂતોને મળતી સહાયમાં વધારો કરવામાં આવશે. બાબા આદમના સમયના સહાયના ધોરણો સુધારવા પડશે. તો જ લોકોને એવુ થશે કે, સરકારે અમારા માટે કઇંક મદદ કરી છે.
આમ, કૃષિ મંત્રીએ જ ભાજપ સરકારને બાબા આદમની સરકાર સાથે સરખાવી દીધા હતાં. તેમણે એમ પણ કહ્યું કે, જો માછીમારોની સહાય વધતી તો ખેડૂતોની સહાયમાં ય વધારો થવો જોઇએ. ટૂંકમાં, છેલ્લા 30 વર્ષથી ગુજરાત પર શાસન કરતી ભાજપ સરકારને કૃષિ મંત્રીએ બાબા આદમની સરકાર કહી દીધી હતી.
Read Also
- “બંગાળ સળગી રહ્યું છે અને દીદી ચુપ છે.”..હાવડા હિંસા મામલે અનુરાગ ઠાકુરના મમતા પર પ્રહાર
- UNSCની અધ્યક્ષતા કરશે રશિયા, યુક્રેને કહ્યું- આ એપ્રિલ ફૂલની સૌથી ખરાબ મજાક છે
- ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ઘેલછા ભારે પડી, બોટ મારફતે નદી પાર કરતાં કરતાં ઉછાળા મારતા વહેણમાં ડૂબી ગયાને ચાર લોકોએ જીવ ખોયા
- આયર્નની ઉણપ હોય ત્યારે શરીર આ સંકેત આપે છે, તેને તરત ઓળખો, નહી તો ગંભીર તકલીફ થશે
- Beauty Tips/ ડાર્ક સર્કલ્સથી બગડી રહી છે ચહેરાની સુંદરતા?, આ બે વસ્તુઓથી કરો ઈલાજ