દિવાળીના તહેવારો પહેલા રાજ્ય સરકારે કર્મચારીઓને ભેટ આપી છે. રાજ્ય સરકારે કર્મચારીઓ અને અધિકારીઓ સહિત સરકારની ગ્રાન્ટ હાંસલ કરતા સંસ્થાના કર્મચારીઓને બાકી રહેલું મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે 1 સપ્ટેમ્બર 2019થી 6 માસનું મોંઘવારી ભથ્થું ચૂકવવાનું હતું પરંતુ કોરોનાને કારણે સરકારની આવકમાં ઘટાડો થતાં સરકારે ભથ્થું આપવાનું મુલતવી રાખ્યું.
રાજ્ય સરકારની આવકમાં વધારો થયો
પરંતુ હવે તમામ પ્રવૃતિઓ પુનઃ શરૂ થઇ જતાં રાજ્ય સરકારની આવકમાં વધારો થયો છે. નીતિન પટેલે જણાવ્યું કે સરકારી કર્મચારીઓને કુલ 6 મહિનાનું મોંઘવારી ભથ્થું ચૂકવવાનું બાકી હતું. જે પૈકી હાલ 3 મહિનાનું મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. બીજી તરફ રાજ્ય સરકારે વર્ગ 4ના કર્મચારીઓને પણ 3 હજાર 500 સુધીનું બોનસ આપવાની જાહેરાત કરી છે.
- દિવાળી પહેલા ખાતામાં રકમ જમા થઈ જશે.
- વર્ગ ચારના કર્મચારીઓને બોનસ આપવાની પણ જાહેરાત કરવામાં આવશે.
- 464 કરોડ રકમ ચૂકવવામાં આવશે.
- 4.50 લાખ પેન્શરોને પણ લાભ મળશે.
- 30 હજાર જેટલા વર્ગ 4ના કર્મચારીઓને લાભ મળશે.
- રાજય સરકારના નિવૃત અધિકારી 4 લાખ 50 હજાર 500 લાભ મળશે
- 464 કરોડ રૂપિયા દિવાળી પહેલા ચુકવણી થશે
- કોરોના કારણે સરકારની આવકમાં ઘટાડો થયો હતો
- મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી ને લેવયો નિર્ણય
રાજ્ય સરકારે દિવાળી પહેલા જ સરકારી કર્મચારીઓને જલ્સો કરાવી દીધો છે. જે અંતર્ગત આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા આ અંગેની વિગતો આપી હતી. જેમાં તેમણે રાજ્ય સરકારના કર્મચારીઓને 3 મહિનાનું મોંઘવારી ભથ્થુ આપવાની જાહેરાત કરી છે.

આ ઉપરાંત રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓ સહિત સરકારની ગ્રાન્ટ મેળવતી સંસ્થાઓના કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત તારીખ 1/9/19થી 6 મહિનાનું મોંઘવારી ભથ્થુ ચુકવવાનું હતું, પણ કોરોનાના કારણે સરકારની આવકમાં ઘટાડો થતાં રાજ્ય સરકારે આ મોંઘવારી ભથ્થુ અટકાવી રાખ્યુ હતું. જો કે, અનલોકમાં હવે રાજ્ય સરકારની આર્થિક પ્રવૃતિ શરૂ થઈ છે. આવકમાં પણ વધારો થયો છે.
READ ALSO
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય
- હત્યાનો ચોંકાવનારો કેસ / પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો