GSTV

હાઈકોર્ટની ફટકાર બાદ રૂપાણી સરકાર ફફડી : ટોપ લેવલની બેઠક બાદ નીતિન પટેલે કર્યા મોટા ખુલાસા

Last Updated on May 24, 2020 by

સિવિલ હોસ્પિટલના અણઘડ વહીવટ અને દર્દીઓને પડતી મુશ્કેલી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પર ખફા થઈ છે. હાઈકોર્ટે સિવિલ તંત્ર, રાજ્યના આરોગ્ય પ્રધાન, આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ અને રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી છે. આ અંગે નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે તેમણે હાઈકોર્ટની ટિપ્પણીઓનો અભ્યાસ કરીશું. અને આવતા અઠવાડિયે હાઈકોર્ટમાં સરકાર પોતાનો જવાબ રજૂ કરશે. હાઈકોર્ટે એવો પણ સવાલ પૂછ્યો હતો કે આરોગ્ય પ્રધાન કેટલી વખત સિવિલિ હોસ્પિટલ ગયા હતા.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવામાં આવેલી સુઓમોટોની અરજી મામલે હાઈકોર્ટે અદ્યતન હોસ્પિટલમાં કેમ કોરોનાની સારવાર અપાતી નથી તે મામલે સરકાર પાસે ખુલાસો માગ્યો અને સરકારને વેધક સવાલ કર્યા. સાથે જ 8 હોસ્પિટલ સાથે એમઓયુ કરવાના નિર્દેશ આપ્યા છે. જો કોઈ હોસ્પિટલ આગામી દિવસોમાં તૈયારી નહીં દર્શાવે તો ડિઝાસ્ટર એક્ટ પ્રમાણે હોસ્પિટલ વિરૂદ્ધ આકરા પગલાં લેવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. આ સાથે સિવિલ હોસ્પિટલના અણઘડ વહીવટ અને દર્દીઓને પડતી મુશ્કેલી ના મુદ્દે હાઈકોર્ટે સિવિલના તંત્ર, રાજ્યના આરોગ્ય પ્રધાન, આરોગ્યના મુખ્ય સચિવ અને રાજ્ય સરકારનીની આકરી ઝાટકણી કાઢી છે.

હાઇકોર્ટની ટિપ્પણીઓનો અમે અભ્યાસ કર્યો

હાઇકોર્ટની ટિપ્પણી બાદ આજે ડે. સીએમ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી હતી. તેમણે કહ્યું કે હાઇકોર્ટની ટિપ્પણીઓનો અમે અભ્યાસ કર્યો છે. આરોગ્ય મંત્રી માટે નારાજગી વ્યક્ત કરતી કોર્ટ એવા મથાળા હેઠળ જુદા જુદા દૈનિક પત્રોમાં સમાચાર આવ્યા છે. તે અંગે મારે કાંઇ કહેવાનું નથી. અમારા એડવોકેટ દ્વારા રાજ્ય સરકાર તરફથી જવાબ રજૂ કરાશે. નામ દાર કોર્ટે જે સવાલો રજૂ કર્યા છે તેમાં એક મુદ્દો ટીવી મીડિયા અને અખબારોએ હાઇલાઇટ કર્યો છે. સમગ્ર ગુજરાતની જમતા જાણે છે કે અનેક વખત ટીવી મીડિયા કેસિશિયલ મીડિયામાં પ્રસારિત થઇ ચુક્યું છે. કોરોના મહામારીની શરૂઆત થઇ જ્યારથી છેલ્લા બે મહીનામાં 8 વખત રૂબરૂમાં સ્થળ પર મુલાકાત લીધી છે. રાજ્યની સરકારી સેવામાં ન હોય એવા નિષ્ણાત ખાનગી ડોક્ટરોને જોડ્યા છે.

બે ડોક્ટરો વચ્ચે વિખવાદ થયો હતો

યુએન મહેતા હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલના અન્ય નિષ્ણાત ડોક્ટરો અને પ્રોફેસરો સાથે કેમ્પસમાં 3 વખત મીટિંગો કરી છે. ખાનગી નિષ્ણાત પ્રતિષિઠ્ત ડોક્્ટરોએ જે અભિપ્રાય આપ્યા તે અમલમાં મુક્યા છે. કૈલાસનાથન પંકજ કુમાર જયંતિજી પણ આ મિટિંગોમાં ઉપસ્થિત હતાં. એ જ રીતે કોર્ટે એવો પણ સવાલ કર્યો છે કે કર્મચારીઓ ડોક્ટરો હોસ્પિટલ સ્ટાફ વચ્ચે સંકલન કરવા માટે શુ કરવામાં આવે છે. આ ઇન્ટર્નલ મામલો હોવા છતાં કહું છું કે ટેસ્ટિંગ કરાવવા કે ન કરાવવા. હોસ્પિટલના બીજા બિલ્ડિંગમાં કોરોનાની સારવાર મુદ્દે બે ડોક્ટરો વચ્ચે વિખવાદ થયો હતો તે વખતે પણ બધાને સાથે રાખીને કામ કરવું તે અમારૂ મુખ્ય લક્ષ્ય છે. કોઇપણ વિવાદ અત્યારે પોસાય એમ નથી. ડો. શશાંક પંડ્યા અને ડો. પટેલ વચ્ચે મામલો થાળે પાડ્યો છે. કેન્સર હોસ્પિટલમાં બીજા બિલ્ડિંગમાં કોરોનાના દર્દીને સારવાર આપવામીં આવી રહી છે. આટલા મોટા કેમ્પસમાં હજારો લોકોની અવર જવર થતી હોય ત્યારે સંકલન કરવું તે મોટું કામ છે.

40થી વધુ ધન્વંતરરી રથ મૂકવામાં આવ્યા

લોકોને માર્ગદર્શન મળે તે માટે પોલિસ ડિપાર્ટમેન્ટનો પણ સહયોગ લેવાયો. મુખ્યમંત્રી અને પ્રદીપસિંહે પણ પૂરી તાકાત થી કાયદો વ્યવસ્થાનુ કામ સંભાળ્યું. પોલીસ, રેપિડ એક્શન ફોર્સનો પણ સહયોગ લીધો. 40થી વધુ ધન્વંતરરી રથ મૂકવામાં આવ્યા છે. ધરે ધરે સંપર્ક કરી લોકોને તપાસવામાં આવે છે. પોળોમાં પણ ફરે છે.

READ ALSO

Related posts

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

pratik shah

મેકઓવર: યોગી કેબિનેટનું આજે વિસ્તરણ, જિતિન પ્રસાદની જગ્યા ફિક્સ, આનંદીબેન પટેલ સાંજે લેવડાવશે શપથ

Pravin Makwana

મુખ્યપ્રધાન બન્યા બાદ ભૂપેન્દ્ર પટલે પ્રથમ વખત વિધાનસભા સત્રની કાર્યવાહીમાં આપશે હાજરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!