GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

સીએમ રૂપાણી અને નીતિન પટેલ સહિત ગુજરાતના નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

NITIN PATEL 2

ડેપ્યુટી સીએમ નીતિન પટેલે અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમણે જેટલી સાથેના સંસ્મરણો વાગોળતા કહ્યું કે તેમણે જનસંઘથી લઇ સંગઠનમાં અનેક જવાબદારી નિભાવી છે. સમગ્ર દેશને એક ટેક્સ માળખુ જીએસટી આપવાનો શ્રેય જેટલીને જાય છે. તેઓ સફળ નેતા ઉપરાંત વકીલ અને કુશળ વક્તા પણ હતા.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી

ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીના નિધન પર મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. સીએમ રૂપાણીએ નાણા પ્રધાન તરીકેના જેટલીના કાર્યકાળ દરમિયાન થયેલા આર્થિક સુધારણા અને નાણાકિય ક્ષેત્રે કરેલી કામગીરીને યાદ કરી હતી. તો નીતિન પટેલે અરૂણ જેટલીએ જનસંઘથી લઇને સંગઠન સુધી નિભાવેલી અનેકવિધ જવાબદારીના સંસ્મરણો યાદ કર્યા હતા.

સાંસદ કિરીટ સોલંકીએ અરૂણ જેટલીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું

બીજી તરફ ગુજરાત ભાજપના નેતાઓએ પણ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભાજપના સાંસદ કિરીટ સોલંકીએ અરૂણ જેટલીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તો શંકર ચૌધરીએ નર્મદા ડેમના નિર્માણમાં અરૂણ જેટલીએ આપેલા યોગદાનને બહુમૂલ્ય ગણાવ્યું હતું. જ્યારે કે પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ પણ અરૂણ જેટલી સાથેની તેમની યાદો વાગોળી હતી.

પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાએ આપી શ્રદ્ધાંજલિ

અરૂણ જેટલીના નિધન બાદ કેન્દ્રમાં જવાબદારી સંભાળી રહેલા પ્રધાનોએ પણ શોક વ્યક્ત કર્યો હતો. પુરૂષોત્તમ રૂપાલાએ તેમના વ્યક્તિત્વને યાદ કરતા કહ્યું કે અરૂણ જેટલી આટલા વરિષ્ઠ નેતા હોવા છતાં નાનામાં નાના કાર્યકરો સાથે મુલાકાત કરી તેમની વાત ધ્યાનથી સાંભળતા. તો મનસુખ માંડવિયાએ જણાવ્યું કે અરૂણ જેટલી દરેક વિષયમાં ઉંડાણપૂર્વક અભ્યાસ કરવાની આદત દરેક નેતાઓ માટે પ્રેરણારૂપ છે. બીજી તરફ જેટલી સાથે લાંબો સમય સુધી કામ કરી ચૂકેલા પૂર્વ સાંસદ હરિન પાઠકે તેમને જીનિયસ ગણાવી તેમની સાથે કરેલી કામગીરીના સંસ્મરણો વાગોળ્યા હતા.

અમિત શાહ સહિતના નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ આપી

એઈમ્સમાં સારવાર દરમ્યાન નિધન થયા બાદ પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના પાર્થિવ દેહને એઈમ્સથી ઈસ્ટ ઓફ કૈલાશ સ્થિત આવેલા તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો છે. તેમના પાર્થિવ દેહને અહીં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા છે. અમિત શાહ, જિતેન્દ્રસિંહ સહિતના નેતાઓ જેટલીના નિવાસ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમણે જેટલીને શ્રદ્ધાંજલી આપી હતી. અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

શ્રદ્ધાંજલી આપવા લોકોની ભીડ ઉમટી

જેપી નડ્ડા, હર્ષવર્ધન સહિતના નેતાએ જેટલીના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમના નિવાસસ્થાને લોકોની ભીડ ઉમટી છે. આવતી કાલે સવારે 10 વાગ્યે ભાજપના કાર્યાલય ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. જે બાદ નિગમ બોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જેટલીના નિધન બાદ મોટી સંખ્યામાં ભાજપના નેતા અને કાર્યકરો તેમના નિવાસ સ્થાને ઉમટી પડ્યા છે.

READ ALSO


Related posts

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

Nilesh Jethva

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

Nilesh Jethva

લોકડાઉન : અમદાવાદ શહેરમાં કોન્ડોમના વેચાણમાં ૧૦૦ ટકાનો ઉછાળો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!