GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

નીતિન પટેલને હાથનાં કર્યાં હૈયે વાગ્યાં, સૌથી પહેલો વિરોધ કરનારને જ મળી સજા

નીતિન પટેલ

ગુજરાતમાં રખડતાં ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે પણ સરકારી તંત્ર આ મુદ્દે ઘોર્યા જ કરતું હતું. છેલ્લા ત્રણ મહિનામાં જ રખડતાં ઢોરની અડફેટે આવતાં નવ લોકોનાં મોત થયાં હતાં પણ તંત્રનું રૂવાડુંય નહોતું ફરકતું. છેલ્લાં ત્રણ વર્ષમાં રખડતાં ઢોરને કારણે 158 લોકોએ જીવ ગુમાવ્યા છે પણ આ આંકડાથી સરકારમાં બેઠેલા લોકોના પેટનું પાણીય હાલતું નહોતું.

નીતિન પટેલ

હવે કડીમાં તિરંગા યાત્રા સમયે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રખડતા ઢોરે અડફેટે લીધા પછી પોરબંદરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાફલામાં રખડતાં ઢોર ઘૂસ્યાં તેથી તંત્રને આ મુદ્દો ગંભીર હોવાનું લાગ્યું છે. સામાન્ય લોકો મરતાં હતાં ત્યારે ચૂપ મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં ટકોર કરી કે રખડતાં ઢોર પર કાબૂ લાવો.

ભાજપમાં પણ રખઢતાં ઢોરનો મુદ્દો ચર્ચામાં છે પણ મોટા ભાગના કાર્યકરો એવું જ કહી રહ્યા છે કે, નીતિન પટેલને હાથનાં કર્યાં હૈયે વાગી રહ્યાં છે. વિધાનસભા સત્રમાં છેલ્લા દિવસે ઢોર નિયંત્રણ બિલ મુદ્દે ચર્ચા વખતે સજા અને દંડની જોગવાઈનો સૌથી પહેલો વિરોધ નીતિન પટેલે જ કર્યો હતો. હવે એ જ નીતિનભાઈ ઢોરની અડફેટે ચડી ગયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

નહેરુ ઇન્સ્ટીટ્યુટ ઓફ માઉન્ટેનીયરીંગના તાલીમાર્થીઓ બરફના તોફાન (એવલેંચ) માં ફસાયા,તંત્ર છે સાબદું

pratikshah

પીએમ મોદી-ઝેલેન્સકીની વાતચીતથી અમેરિકા ખુશ! કહ્યું- પુતિનને આંતરરાષ્ટ્રીય સમુદાયે અલગ થલગ કરી દીધા હતા

Hemal Vegda

પૂર્વ કોંગી નેતા જોડાયા આપમાં! AAPએ બે હજાર પદાધિકારીઓની કરી નિમણૂક, ભાજપના નેતાઓને ગણાવ્યા રાવણ જેવા અહંકારી

pratikshah
GSTV