GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

બે ધારાસભ્યોના રાજીનામા અંગે નીતિન પટેલનો કટાક્ષ : કોંગ્રેસ પોતે જ વેન્ટિલેટર પર

રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામા આપતાં નીતિન પટેલે કોંગ્રેસ પર મોટો કટાક્ષ કર્યો. નીતિન પટેલે કહ્યું કોંગ્રેસ પોતે જ વેન્ટીલેટર પર છે. ધમણ વેન્ટીલેટર મુદ્દે ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કોંગ્રેસના નેતાઓને નીતિન પટેલે સણસણતો જવાબ આપ્યો. નીતિન પટેલે એમ પણ કહ્યું કોંગ્રેસમાં આંતરિક વિખવાદને કારણે ધારાસભ્યો પક્ષ છોડી રહ્યા છે.

રાજ્ય સરકાર વધુ એક સહાય પેકેજની જાહેરાત કરી શકે છે

કોરોના મહામારીમાં લોકડાઉનને કારણે ખેડૂતો સહિત અનેક વેપારીઓ, શ્રમિકોની હાલાકી વધી છે. ત્યારે રાજ્ય સરકાર વધુ એક સહાય પેકેજની જાહેરાત કરી શકે છે.

રાજ્યના ખેડુતો માટે મહત્વની જાહેરાત

રાજ્યના ખેડુતો માટે મહત્વની જાહેરાત કરાઇ છે. જે અંતર્ગત ખરીફ સિઝન માટે રાજ્ય સરકાર આગામી 7 જૂનથી નર્મદાનું પાણી આપશે. જેમાં ફતેવાડી અને ખારીકટ કેનાલમાં પણ પાણી આપવાની જાહેરાત કરાઇ છે. તો કચ્છને પણ કેનાલ મારફતે પાણી આપવાનું શરૂ કરાશે. તો હાલમાં કોરોનાની મહામારી કારણે શૈક્ષણિક કાર્ય સ્થગિત થઇ ગયું છે ત્યારે શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે કેન્દ્રની ગાઇડલાઇન મુજબ કાર્ય કરાશે તો આગામી સમયમાં ઓનલાઇન શિક્ષણનો વ્યાપ વધારવાની વાત ડે.સીએમે કરી છે.

રાજ્ય સરકારે પેટ્રોલ ડિઝલમાં વેટ વધારવાના સંકેત આપ્યા

કોરોના મહામારી વચ્ચે ગુજરાતની પ્રજા વધુ એક બોજ સહન કરવા તૈયાર રહે. રાજ્ય સરકારે પેટ્રોલ ડિઝલમાં વેટ વધારવાના સંકેત આપ્યા છે. કોરોનાને કારણે રાજ્ય સરકારની વેટ અને જીએસટીની આવક ઘટી છે. ત્યારે સરકાર તેની આવક વધારવા પ્રજા પર બોજ નાંખવાની તૈયારીઓ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે પેટ્રોલ ડિઝલ પર વેટ વધારવા સૂચન મળ્યા છે. પરંતુ હજુ નિર્ણય નથી કરાયો. જો વેટ વધશે તો પેટ્રોલ-ડિઝલના ભાવ પણ વધશે તે નક્કી છે.

READ ALSO

Related posts

ગાંધીનગર : ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવ થયા હોમ કોરોન્ટાઇન

Nilesh Jethva

લક્ઝરી કારની કિંમત કરતા પણ વધારે 1 ઈન્સ્ટા પોસ્ટથી કમાય છે આ ભારતીય ક્રિકેટર

Mansi Patel

705 કરોડના નાણાકીય ગોટાળા માટે GVK ગ્રૂપના પિતા-પુત્ર સામે CBIએ કસ્યો ગાળિયો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!