GSTV
Home » News » વિધાનસભાની પેટાચૂંટણીમાં નીતિન પટેલને એ બેઠકની જવાબદારી સોંપાઈ છે જે નીતિનભાઈ માટે રમત વાત છે

વિધાનસભાની પેટાચૂંટણીમાં નીતિન પટેલને એ બેઠકની જવાબદારી સોંપાઈ છે જે નીતિનભાઈ માટે રમત વાત છે

રાજ્યમાં 6 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે શંખનાદ થઈ ચૂક્યો છે. ખેરાલુ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પાર્ટીએ સંપૂર્ણ જવાબદારી સોંપી છે. ત્યારે ખેરાલુમાં મહેસાણા જિલ્લા તેમજ ખેરાલુ વિધાનસભાના હોદેદારો અને ટિકિટ દાવેદારની બેઠક યોજાઈ હતી. ભાજપના ગઢ સમાન ખેરાલુ વિધાનસભા બેઠક. તો છેલ્લી 4 વિધાનસભા ચૂંટણીથી ખેરાલુમાં ભાજપનો ભગવો લહેરાતો આવ્યો છે. પરંતુ તે પહેલા કોંગ્રેસ, જનતા દળ, જેએનપી એમ લગભગ તમામ પક્ષોના ઉમેદવારો અહીં ચૂંટાઇ આવ્યા છે.

ભરતસિંહ ડાભીનો છે આ સીટ પર દબદબો

વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપે સતત ત્રીજી વખત ભરતસિંહ ડાભીને તો કોંગ્રેસે રામજીભાઇ ઠાકોરને ટિકીટ આપી હતી. ચૂંટણીના ત્રિપાંખિયા જંગમાં કુલ 57.1 ટકા મતદાન થયું. ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને કુલ 59 હજાર 847 મતો મળ્યા હતા. જે કુલ મતોના 42.2 ટકા હતા. જ્યારે કે અપક્ષ ઉમેદવાર મુકેશ દેસાઇએ બીજા ક્રમે રહી કુલ 38 હજાર 432 મત મેળવ્યા હતા.જે કુલ મતોના 27.1 ટકા હતા. જ્યારે કે કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઇ ઠાકોરને કુલ 38 હજાર 254 મતો મળ્યા હતા. જે કુલ મતોના 27 ટકા હતા. ભાજપના ભરતસિંહ ડાભીએ કુલ 21 હજાર 415 મતોની સરસાઇથી વિજય મેળવી જીતની હેટ્રિક સર્જી હતી.

ખેરાલુ વિધાનસભા માટે યોજાયેલી બેઠકમાં પાર્લામેન્ટ્રી બોર્ડ જે ઉમેદવાર નક્કી કરે તેને કેવી રીતે જીત અપાવવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખેરાલુ વિધાનસભામાં વડનગર, સતલાસણા અને ખેરાલું એમ ત્રણ તાલુકાને લાગતી આ ચૂંટણી હોવાથી બુથ લેવલ સુધી માથામણ કરી હતી.

ભાજપની સરકારના કાર્યો અને અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમટાઉનથી ખેરાલુની બેઠક જંગી મતોથી જીતવા આયોજન કર્યું છે. તો નીતિન પટેલે વિશ્વાસ જતાવ્યો છે કે રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકારના કાર્યોને જોઈ મતદારો ખેરાલુ બેઠક પર ભજપના ઉમેદવારને જીત અપાવશે.

ઉમેદવારની ટુંક સમયમાં પસંદગી કરવામાં આવી શકે છે તેવો ચિતાર નીતિન પટેલે સ્પષ્ટ કર્યો. તો આ બેઠકમાં ભાજપના ઉમેદવાર માટે વડનગર, ખેરાલુ અને સતલાસણાથી પોતાના સમર્થકો સાથે 10 જેટલા દાવેદારો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે નીતિન ભાઈ વર્ષોથી મહેસાણાથી ગુજરાત ભાજપનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમયે મહેસાણાની ખેરાલુ સીટ પર એટલે કે પોતાના જ હોમટાઊનમાં નીતિનભાઈ પટેલને જીત મેળવવાની છે. જેથી આ બેઠક ભાજપના ખિસ્સામાં ચાલી જાય તો નવાઈ નહીં.

READ ALSO

Related posts

ગુજરાતની 6 બેઠકો માટે મતદાન પૂર્ણ : અમરાઈવાડી બગાડશે સમીકરણો, અડધું થયું મતદાન

Nilesh Jethva

પાકિસ્તાનના રણતીડના ઝુંડનો છેલ્લા 4 દિવસથી હાહાકાર, કૃષિમંત્રી કચ્છ દોડ્યા

Nilesh Jethva

આવું થયું તો કોઈ તબીબ મહિલાઓની ડિલીવરી નહીં કરાવે, અમદાવાદના તબીબ પર થયું ફાયરિંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!