GSTV

હાર્દિક પંચાયત અે કોંગ્રેસ પ્રેરિત, હાલ હું ફરિયાદ નહી કરું પણ અતિરેક થશે તો ફરિયાદ દાખલ કરાવીશ

Last Updated on May 25, 2018 by Karan

સોશિયલ મીડિયામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના રાજીનામાની વાતો વહેતી થઇ હતી. હાર્દિક પટેલના ફેસબુક પેજ પર નીતિન પટેલના રાજીનામાના ઉલ્લેખ વાળી પોસ્ટ પાટીદારોના ગ્રુપમાં વાઈરલ થઈ રહી છે. જોકે આ વાત ખોટી હોવાનું નીતિન પટેલનું કહેવું છે. જીએસટીવી સંવાદદાતા સાથેની વાતચીતમાં નીતિન પટેલે કહ્યું કે, તેમની પ્રતિષ્ઠા ખરડાવવા માટે આવા પ્રયાસો થઈ રહ્યા છે. આવી કોઈ જ વાત નથી તેવી પણ નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે. મહત્વનું છે કે, ફેસબુક પેજમાં લખાયું છે કે 26 તારીખે મોટી માલવણ ખાતે પાટીદારોની મહાપંચાયતમાં નીતિન પટેલ ભાજપમાંથી રાજીનામું આપીને હાર્દિક પટેલને ખુલ્લુ સમર્થન કરશે. જોકે આ વાતને નીતિન પટેલે ખોટી ગણાવી છે. નીતિનભાઈઅે વધુમાં જણાવ્યું હતું કે, હું ક્યારેય ભાજપ છોડવાનો નથી ભાજપમાં છું અને ભાજપમાં રહીશ.

હાલ અા મામલે હું અપીલ કરું છું કે અાવું કામ બીજી વખત ના કરવામાં અાવે . હાલ હું ફરિયાદ નહી કરું પણ અતિરેક થશે તો ફરિયાદ દાખલ કરાવીશ. સરકારની સારી કામગીરી સુજલામ સુફલામ હોય કે અારોગ્યની સેવાઅો ચાલુ કરી છે. તેનાથી ધ્યાન ડાયવર્ટ કરવાનો અા કારસો છે. હાર્દિક પંચાયત અે કોંગ્રેસ પ્રેરિત છે. પંચાયતમાં કોંગ્રેસ હરખ પદુડા થઈને સમર્થન અાપી દીધું છે કેમ કે વિધાનસભામાં તેની મદદથી જીત્યા છે.

ફેકી દિધેલી કોંગ્રેસ અને કોંગ્રેસના પ્યાદાઓ દેખાડા શાના કરે છે તે સમજાતુ નથી

કોગ્રેસના પ્યાદા બનીને ફરનારા લોકોને અમે કાયમ કહ્યું છે કે, પાટીદાર અાંદોલન કોંગ્રેસ પ્રેરીત છે. હું અાને પાટીદાર મહાપંચાયત નથી કહેતો, કોંગ્રેસ મહાપંચાયત કહુ છું. કોંગ્રેસ પાટીદર સમાજને ગુમરાહ કરે છે અને તે કેવી રીતે અનામત આપશે તે તો કહો તેવો પ્રશ્ન મહેસાણા ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુરુવારે આયોજીત સંગઠનની બેઠકમાં ઉપસ્થિત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કર્યો હતો. સંગઠનને વધુમા વધુ મજબૂત બનાવવા હાકલ કરનાર પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મોટી માલવણથી શરૂ થનાર પાટીદાર મહાપંચાયતને નિશાન બનાવતા કહ્યું કે, ફેકી દિધેલી કોંગ્રેસ અને કોંગ્રેસના પ્યાદાઓ દેખાડા શાના કરે છે તે સમજાતુ નથી.

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

મોટા સમાચાર / રજનીકાંતની દીકરી એશ્વર્યા અને ધનુષ થયા અલગ, 18 વર્ષ જૂના સંબંધોનો આવ્યો અંત

GSTV Web Desk

અમદાવાદ / ગૃહ કંકાશથી કંટાળી પરિણીતાએ પોતાના 5 મહિનાના પુત્ર સાથે લગાવી મોતની છલાંગ, સાબરમતિ રિવરફ્રન્ટ બની રહ્યું છે સુસાઈડ પોઈન્ટ!

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!