GSTV
Gandhinagar Gujarat Budget 2020 ગુજરાત

નીતિન પટેલે કર્યો વિશ્વાસ વ્યક્ત, બજેટમાં તમામ વર્ગને ફાયદો થશે

માસ્ક

નાણા પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ બજેટ રજૂ કરવા માટે વિધાનસભા પહોંચ્યા. તેમણે બજેટ રજૂ કરતા પહેલા જણાવ્યુ હતુ કે, સતત આઠમી વખત બજેટ રજૂ કરવાની તક મની મળી રહી છે. આજનું બજેટ તમામ ગુજરાતીઓને ગમશે. બજેટ તમામ લોકોની આશા મુજબનુ છે.

તમામ વર્ગને ફાયદો થાય તેવું બજેટ

નાણાંમંત્રી નીતિન પટેલે બજેટ પહેલા જણાવ્યુ હતુ કે, તમામ વર્ગને ફાયદો થાય તેવું બજેટ હશે. કોર્પોરેશન ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે રૂપાણી સરકાર શહેરીલક્ષી વિવિધ યોજના જાહેર કરી શકે છે જેમ કે,ઝૂંપડપટ્ટી નાબૂદીને અમલમાં મૂકાશે.જ્યાં ઝૂંપડુ ત્યા પાકા મકાન આપવા સરકારે તૈયારી કરી છે. આ ઉપરાંત શહેરોમાં રોડ-રસ્તા,પાણી સહિતની સુવિધાઓ થકી શહેરી મતદારોને આકર્ષવા માટે ય બજેટમાં આયોજન કરાયુ છે. કૃષિલક્ષી યોજના જાહેર કરી નારાજ ખેડૂતોને મનાવવા પણ તૈયારી કરાઇ છે. બેરોજગારો યુવાનો માટે ય યોજના ઘડાઇ છે. આરોગ્ય અને શિક્ષણ પર ભાર મૂકીને સરકાર કેટલીક મહત્વની જાહેરાત થઇ શકે છે.

નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમનો ખર્ચ બનશે મોટો મુદ્દો

આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે આ સત્ર તોફાની બની રહેતા તેવા એંધાણ છે. વિપક્ષ કોંગ્રેસ સરકારને વિવિધ મુદ્દે ઘેરવા આક્રમક મૂડમાં છે. સરકારને ભીંસમાં લેવા માટે વિપક્ષે રણનીતિ ઘડી કાઢી છે. તો સત્તાપક્ષ પણ જવાબો આપવા તૈયાર છે. ગૃહમાં વિપક્ષ મહિલા, રોજગારી, મોંઘવારી સહિતના મુદ્દે સરકાર પાસે જવાબ અને ઉકેલ માંગશે. આ સિવાય ‘નમસ્તે ટ્રમ્પ’ના કાર્યક્રમના ખર્ચનો મુદ્દો પર વિધાનસભાના બજેટ સત્રમાં ઉછળી શકે છે. એલઆરડી ભરતી પ્રક્રિયાના વિવાદ અને અનામતના પરીપત્રના મુદ્દે છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા વિવિધ સમાજના આંદોલનોને લક્ષમાં રાખીને વિપક્ષ ગૃહમાં આક્રમક મૂડ અપનાવે તેવી શક્યતાઓ છે.

ભાજપે વિપક્ષને બાનમાં લેવા બનાવી રણનીતિ

તો બીજી તરફ સત્તાધારી પક્ષ ભાજપે પણ વિપક્ષના આક્રમણને ખાળવા માટેની અલગ રણનીતિ બનાવી છે. જેમાં ભાજપના બોલકા ધારાસભ્યો અને પ્રધાનોને વિપક્ષને જવાબ આપવા માટે તૈયાર કરાયા. ગાંધીનગરમાં છેલ્લા મહિનામાં માલધારી સમાજનું આંદોલન, એલઆરડીની ભરતીમાં અન્યાય મુદ્દે અનામત વર્ગનું આંદોલન, બિનઅનામત વર્ગનું આંદોલન, આદિવાસી સમાજનું આંદોલન ઉપરાંત માજી સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવારજનોનાં આંદોલને સરકારની ઉંઘ ઉડાડી દીધી હતી.

READ ALSO

Related posts

વલસાડ / સરકારી જમીન પર કબ્જાની ફરિયાદ કરનાર પર હુમલો કરનારા 15 લોકો સામે નોંધાયો રાયોટીંગનો ગુનો, જાણો શું છે મામલો

Hemal Vegda

નડિયાદ / સ્કૂલમાં વિધર્મી વિદ્યાર્થીઓએ ગરબામાં ઘુસી શાંતિ ડહોળવાનો કર્યો પ્રયાસ, પ્રિન્સિપાલ અને વિધર્મી શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ

Hemal Vegda

ગાંધીનગર / કાલોલ અડાલજ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના, વાહનની અડફેટે એક યુવાનનું મોત, એક ગંભીર

Hemal Vegda
GSTV