GSTV
Home » News » દલિત સમાજના બહિષ્કાર મામલે નીતિન પટેલે કરી મધ્યસ્થતા, આવ્યો આ નિર્ણય

દલિત સમાજના બહિષ્કાર મામલે નીતિન પટેલે કરી મધ્યસ્થતા, આવ્યો આ નિર્ણય

આખરે કડીના લ્હોર ગામમાં વરઘોડાને લઈ દલિત સમાજના બહિષ્કાર મામલો સમાધાન થયું છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બંને પક્ષ સાથે બેઠક કરીને સમાધાન કરાવ્યું હતું. નીતિન પટેલે બેઠક પહેલા લ્હોર ગામની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે દલિત પરિવારજનોને મળીને તેમની સમસ્યા સાંભળી હતી. બાદમાં તેમણે કડી માર્કેટયાર્ડમાં બંને પક્ષના લોકો સાથે બેઠક કરી હતી.

આ બેઠકમાં રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા, કલેક્ટર એચ.કે.પટેલ, જિલ્લા પોલીસ વડા નિલેશ જાજડિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને બંને પક્ષ સાથે ચર્ચા કરીને સમાધાન માટે પ્રયાસો કર્યા હતા. બંને પક્ષ ચર્ચાને અંતે સમાધાન માટે રાજી થયા હતા. મહત્વનું છે કે દલિત વરરાજાનો વરઘોડા નીકળતા બીજા સમાજે તેને અટકાવ્યો હતો. અને બાદમાં બંને સમાજ વચ્ચે ઘર્ષણ થયું હતું. અને સરપંચે દલિત સમાજનો બહિષ્કાર કરવા ફરમાન જારી કર્યું હતું.

દલિતોને કારિયાણું સહિત રોજિંદી જરૂરિયાત વાળી વસ્તુઓ આપવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. પ્રતિબંધનો ભંગ કરનારને 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવાની જાહેરાત કરવામાં આવી હતી. રેન્જ આઈજી, કલેકટર, એસપી દ્વારા ગુરુવારે મોડી રાત સુધી સમાધાન માટે પ્રયાસ થયા હતા પણ નિષ્ફળ રહ્યા હતા. ગામમાં સઘન બંદોબસ્ત ગોઠવાયો છે. ગામમાં એસઆરપી ટુકડીની પણ તૈનાતી કરાઈ હતી.

READ ALSO

Related posts

પ્રવીણ તોગડિયાએ રામ મંદિર મામલે આપી પ્રતિક્રિયા, દૂધ ઉત્પાદકો અંગે પણ ચિંતા વ્યક્ત કરી

Nilesh Jethva

આર્થિક સંકડામણથી વધુ એક રત્ન કલાકારનો આપઘાત, પુત્રના અભ્યાસનો ખર્ચ કાઢવામાં પણ થતી હતી મુશ્કેલી

Nilesh Jethva

રોગચાળાનું રાજકારણ : ભાજપના આ નેતાએ કોંગ્રેસને માનસિક રોગી ગણાવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!