GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભાજપ માથે તમામ વર્ગોને ખુશ કરતું બજેટ આપવાનું પ્રેશર

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. અને રાજ્યના નાણામંત્રી નીતિન પટેલ બજેટ સત્રના પહેલા દિવસે ગૃહમાં બજેટ રજૂ કરશે. બજેટ રજૂ કરે તે પહેલા તેમણે એવો દાવો કર્યો હતો કે આ વખતના બજેટમાં તમામ વર્ગને ખુશ રાખવાનો પ્રયાસ કરાશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવતી હોવાથી બજેટમાં ગ્રામવિકાસની સાથે મહાનગરોના વિકાસ માટે મહત્વની યોજનાઓની જાહેરાત થાય તેવી સંભાવના છે.

કેવું હશે રાજ્યનું બજેટ?

  • આ વર્ષે બજેટના કદમાં કરકસરને ધ્યાને રાખતાં રૂ.૧૮,૦૦૦ કરોડ સુધીનો વધારો થાય તેવી શક્યતા
  • આ વર્ષે બજેટનું કદ રૂ.૨.૨૨ લાખ કરોડની આસપાસ હોવાનો અંદાજ
  • બજેટમાં રાજ્ય સરકાર નવી યોજનાઓની કરી શકે છે જાહેરાત
  • બજેટમાં રોજગારી પર વધારે ભાર મૂકવામાં આવી શકે છે
  • રાજ્ય સરકારની મુખ્ય આવક જીએસટીની છે
  • જીએસટીની આવકમાં થઈ રહ્યો છે ઉત્તરોત્તર વધારો
  • કેન્દ્ર પાસેથી વર્તમાન વર્ષમાં ગુજરાતને પાંચ થી છ કરોડ રૂપિયા ઓછા મળ્યા
  • સરકારના નાણાકીય સંતુલન પર ભાર મૂકવામાં આવી શકે છે
  • સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ઉપરાંત મહાનગરપાલિકાઓનીચૂંટણીઓ આવી રહી છે
  • ચૂંટણીનું વર્ષ હોવાથી સરકાર વધારાના કોઇ વેરાઓ અંગે દરખાસ્ત કરી શકે તેમ નથી

રાજ્યસભામાં ખાલી પડતી ચાર બેઠકોની ચૂંટણી 26મી માર્ચે યોજશે

ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ અગાઉના તમામ વર્ષોની સરખામણીએ સૌથી મોટું હશે. બજેટ સત્ર 31મી માર્ચ સુધી ચાલશે. એ દરમ્યાન રાજ્યસભામાં ખાલી પડતી ચાર બેઠકોની ચૂંટણી 26મી માર્ચે યોજશે. નાણામંત્રી નીતિન પટેલ તેમના બજેટમાં નવી યોજનાઓ સાથે કરકસરને પ્રાધાન્ય આપી રહ્યાં છે. રાજ્યમાં બેવડાતી યોજનાઓ બંધ કરવા સાથે જાહેર સાહસોને વધારે ગ્રાન્ટ આપવાનો તેઓ વિરોધ કરી રહ્યાં છે. નાણા પ્રધાને ગયા વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી ફેબ્રુઆરી 2019માં ચાર મહિના માટે 64,000 કરોડ રૂપિયાનું લેખાનુદાન રજૂ કર્યું હતું. બાદમાં જુલાઇ મહિનામાં પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. અને તેનું કદ 2.04 લાખ કરોડ રૂપિયા રાખ્યું હતું.

ગુજરાત સરકારની મુખ્ય આવક જીએસટીની છે

આ વર્ષે બજેટના કદમાં કરકસરને ધ્યાને રાખતાં 15 હજાર થી 18 હજાર કરોડ રૂપિયાનો વધારો થાય તેવી શક્યતા છે. આ વર્ષે બજેટનું કદ 2.22 લાખ કરોડની આસપાસ હોય તેમ જણાય છે. નાણા વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે 2020-21ના વર્ષના બજેટમાં રાજ્ય સરકાર નવી યોજનાઓની જાહેરાત કરી શકે છે. ખાસ કરીને બેરોજગારીના મુદ્દે વર્તમાન ભાજપની સરકાર ઘેરાયેલી છે ત્યારે બજેટમાં રોજગારી પર વધારે ભાર મૂકવામાં આવી શકે છે. ગુજરાત સરકારની મુખ્ય આવક જીએસટીની છે. અને તેમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. છતાં કેન્દ્ર પાસેથી વર્તમાન વર્ષમાં ગુજરાતને પાંચ થી છ કરોડ રૂપિયા ઓછા મળ્યા છે. તેથી સરકારના નાણાકીય સંતુલન પર ભાર મૂકવામાં આવી શકે છે.

રાજ્યની પોતાની આવકોની સમીક્ષા કરવામાં આવી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ઉપરાંત મહાનગરપાલિકાઓનીચૂંટણીનું વર્ષ હોવાથી રાજ્ય સરકાર વધારાના કોઇ વેરાઓ અંગે દરખાસ્ત કરી શકે તેમ નથી. રાજ્યમાં મહત્વની નવી યોજનાઓ માટે વિભાગો પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી છે. પરંતુ નાણામંત્રી નીતિન પટેલે કરકસરનો માર્ગ અપનાવ્યો હોવાથી વિભાગોને મર્યાદા રાખવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યની પોતાની આવકોની સમીક્ષા કરવામાં આવી છે. પરંતુ વેરાવધારા કરવા કે નહીં તે અંગે હજી સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

READ ALSO

Related posts

અગાઉ આ દેશમાં કોરોનાના હજારો કેસ હતા, અત્યારે સંક્રમણ દર શૂન્ય!

Mansi Patel

થાળીઓ અને દીવા પ્રગટાવનારા મોદી એટલા માટે ચૂપ છે કે 10માંથી 7મા સ્થાન સુધી પહોંચતા ભારતને હવે 7 દિવસ પણ નહીં થાય

Harshad Patel

પીપીઈ કૌભાંડમાં હિમાચલ ભાજપના પ્રદેશ અધ્યક્ષનું રાજીનામું, 9 કરોડના ટેન્ડરમાં 5 લાખ હતી દલાલી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!