GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

મોડેથી જાગ્યા / પૂર્વ નાયબ પ્રધાન નીતિન પટેલે પોતાની સરકારની જ પોલ ખોલી, ‘આપણા ત્યાં લોકોને પૂરતી તક નથી મળતી તેથી વિદેશ જાય છે’

નીતિન પટેલ

ગુજરાત તો વિકાસનું પર્યાય છે. અહીં સૌથી વધુ રોજગારીનું સર્જન થાય છે. આવી મોટી મોટી વાતોની પોલ કોઇ બીજાએ નહીં પણ ખૂદ ભાજપ સરકારના પૂર્વ ડે.સીએમ નીતિન પટેલે ખોલી નાખી છે. નીતિન પટેલે કેનેડા-યુએસ બોર્ડર પર બરફમાં થીઝી ગયેલા ગુજરાતી પરિવારના મોતને લઇને નિવેદન આપતા કહ્યું કે આપણે ત્યાં લોકોને પૂરતી તકો મળતી નથી તેથી ગમે તે રીતે વિદેશ જવા માટે પ્રયત્ન કરે છે. તેમાં ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં કેનેડામાં બની એ પ્રકારની ઘટના બને છે.

નીતિન પટેલ

નીતિન પટેલે આડકતરી રીતે ભાજપના શાસન પર દોષનો ટોપલો ઢોળ્યો છે કેમ કે ગુજરાતમાં છેલ્લાં પચીસ વર્ષથી ભાજપનું શાસન છે અને કેન્દ્રમાં પણ છેલ્લાં સાત વરસથી ભાજપની સરકાર છે. મહત્વનું છે કે કેનેડામાં કલોલનો પટેલ પરિવાર લાપતા થવાને લઇને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે દેશમાં યોગ્ય તક ન હોવાથી લોકો વિદેશ જતા હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો.

નીતિન પટેલે વધુમાં કહ્યું કે મહેનત કરવા છતા પણ યોગ્ય સ્થાન ન મળતા લોકો વિદેશ જાય છે. તક ન મળતી હોવાથી લોકો મોટા ખર્ચાઓ કરી, જીવના જોખમે વિદેશ જાય છે. દેશમાં મહેનત કર્યા બાદ પણ સ્થાન ન મળતા લોકો જોખમ લઇને વિદેશ જાય છે. દેશમાં નોકરી, ધંધા મર્યાદિત હોવાથી લોકો વિદેશમાં જાય છે તેવી વાત પણ નીતિન પટેલે કરી છે.

કેનેડામાં ગેરકાયદે સીમા પાર કરતા 4 ગુજરાતીઓનાં મૃતદેહ મળી આવ્યા

કેનેડામાં ભારે હિમવર્ષાના કારણે અમેરિકાની બોર્ડર પાસે માઇનસ ડીગ્રીમાં થીજી ગયેલા ગુજરાતી પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળ્યાં છે. મૃતક પરિવાર કલોલનાં હોવાનું જાણવા મળ્યું છે.

કલોલનાં પટેલ પરિવારના જણાવ્યા પ્રમાણે તેમના પરિવારના સભ્યોની ચાર દિવસથી કોઇ ભાળ ન હતી. તેમનો પુત્ર દસ દિવસ પહેલા કેનેડા જવાનું કહી નિકળ્યો હતો. હાલ આ પરિવારના સભ્યો એમ્બેસીનો સંપર્ક કરી રહ્યાં છે.

આ ઘટનાને લઈને ફ્લોરીડાનાં એજન્ટ સ્ટીવ સેન્ડની ધરપકડ કરાઇ

આ ઘટનાને લઈને ફ્લોરીડાનાં એજન્ટ સ્ટીવ સેન્ડની ધરપકડ થઇ છે. આ એજન્ટ ગેરકાયદે સીમા પાર કરાવતો પકડાયો છે. ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતેના નવા ડિંગુચા ગામનાં મૂળ વતની જગદીશભાઈ બળદેવભાઈ પટેલ અને તેમના પત્ની ગાયત્રીબેન, પુત્રી ગોપી અને પુત્ર ધાર્મિક અમેરિકા જવામાં સામેલ હતાં. આ પરિવાર કેવી રીતે જવાનો હતો તે અહીં તેમના સગાં-સંબંધીઓને ખબર નથી અને હાલ તેઓ ત્યાંથી સમાચાર મેળવવાની કોશિશ કરી રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

શાહનો હુંકાર / ગુજરાતમાં સહકારી સંસ્થાઓને મદદ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં

Hardik Hingu

મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા ફફડાટ, પ્રથમ વખત ઝડપથી ફેલાતા B.A.4 વેરિયંટના દર્દી મળ્યા

Zainul Ansari

ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલના વેવાઈના બંગલામાં થયેલી હત્યા કેસનો આરોપી ઝડપાયો

GSTV Web Desk
GSTV