આજે અમદાવાદના સોલા ઉમિયાધામના કાર્યક્રમ દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ પરષોત્તમ રૂપાલા સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. એ દરમ્યાન નીતિન પટેલે ગુજરાત સરકારમાં પાટીદારોને મળેલા મહત્વ અંગે પણ નિવેદન આપતા જણાવ્યું કે, ‘ગુજરાતમાં પહેલાં પાટીદાર નાણાંપ્રધાન તરીકે નરેન્દ્રભાઇએ મને જવાબદારી આપી હતી. તેમણે મને વર્ષ 2020માં નાણાંપ્રધાન બનાવ્યો. એ પહેલાં ગુજરાતમાં નાણાપ્રધાન તરીકે કોઇ પાટીદાર નેતા ન હોતાં.’ આ પ્રસંગે નીતિન પટેલે તમામ પાટીદારોને એકતા જાળવવા અપીલ કરી. નીતિન પટેલે કહ્યું કે, જો પાટીદારો સંપીને રહેશે તો જ તેની અસરકારતા રહેશે. આ સાથે જ જરૂર પડ્યે તો વિરાટ સ્વરૂપ ધારણ કરવા પણ નીતિન પટેલે પાટીદારોને આહ્વાન કર્યું.

તદુપરાંત વધુમાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે 2022ની વિધાનસભા ચૂંટણી લડવા અંગે તેમજ પાટીદાર સીએમ મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલએ જણાવ્યું કે, ‘2022માં મારે ચૂંટણી લડવી કે નહીં તે પક્ષ નક્કી કરશે.’ વર્ષ 2022ની ચૂંટણી બાદ પણ પાટીદાર સીએમ હશે કે નહીં તે મુદ્દે પણ નીતિન પટેલે પોતાનો પક્ષ રજૂ કર્યો. નીતિન પટેલે જણાવ્યું કે, ‘2022માં પાટીદાર સીએમ હશે કે કેમ તે તો જે તે સમયે નક્કી થશે. પરંતુ પાટીદારોને ભાજપમાં ક્યારેય અન્યાય નથી થયો.’

ભૂપેન્દ્ર પટેલ જેવી વિનમ્ર વ્યક્તિ મેં મારી 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં નથી જોયા : નીતિન પટેલ
તમને જણાવી દઇએ કે, અમદાવાદમાં ઉમિયા ધામના ભૂમિ પૂજન સમારોહ દરમ્યાન પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં. જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલના નીતિન પટેલે ભરપેટ વખાણ કર્યા હતાં. નીતિન પટેલે જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલમાં ખૂબ વિનમ્રતાવાળા છે. તેમના જેવા વિનમ્ર વ્યક્તિ મેં મારી 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં જોયા નથી. ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદની ગરિમા વધારે તેવાં વ્યક્તિ છે. નીતિન પટેલે જણાવ્યું કે, ભૂપેન્દ્ર પટેલ સરકાર એક પછી એક ઘણાં સારા કાર્યો કરી રહી છે. ત્યારે આ તમામ સારા કામોનો જશ ભૂપેન્દ્ર પટેલને મળે તેવી મારી ઇચ્છા છે.
READ ALSO :
- વાંદરાનો મેકઅપ કરતી જોવા મળી વાંદરી, વીડિયોને જોઈને લોકો બોલ્યા- બ્યુટિશિયન
- ઉનાળામાં તમને પણ હૃદયમાં બળતરા અને ખાટા ઓડકારની સમસ્યા છે તો આ રીતોથી સમસ્યા કરો દૂર
- Crime News/ સુહાગરાતના દિવસે કન્યાએ આપ્યું માસિક ધર્મનું બહાનું, પતિને રાહ જોવડાવી કર્યો મોટો કાંડ
- પ્લાસ્ટિકની બોટલનું નહીં પણ માટીના વાસણનું પાણી પીવો, તમને એક પછી એક ઘણા જબરદસ્ત ફાયદા થશે
- Cost Cutting Drive: Google નું ખર્ચ ઘટાડો અભિયાન, છટણી બાદ કર્મચારીઓને મળતાં ભથ્થા પર ફેરવાશે કાતર