GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

બિન અનામત મુદ્દે જંગ જામી : નીતિન પટેલના નિવેદન સામે જાણો શું કહ્યું લાલજી પટેલે, અલ્પેશે પણ સરકારનું દબાવ્યું નાક

બિનઅનામત વર્ગની મહિલાઓના આંદોલન અંગે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ કે, સરકાર કાયદાકીય રીતે ચાલે છે. રાજ્યના મુખ્ય પ્રધાન જે કોઈ નિર્ણય લેશે તે યોગ્ય હશે. આ મામલે કોંગ્રેસે સરકારને સલાહ આપવાનું બંધ કરવુ જોઈએ. સરકાર ક્યારે કોઈપણ સાથે ભેદભાવ કર્યો નથી. કોંગ્રેસ પર પ્રહાર કરતા નીતિન પટેલે જણાવ્યુ કે, કોંગ્રેસની જનતાને ક્યારેય સ્વિકારી નથી. અને હવે કોંગ્રેસ લોકોને ઉશ્કેરવાના પ્રયાસ કરી રહી છે. કોંગેસ વાળાને જુદા જુદા નિવેદન કરવાની ટેવ છે.કોંગ્રેસના નેતાઓ હમેશા ખોટા નિવેદનો કરે છે.

ચૂંટણીમાં આગેવાનોને ઘરે બેસવાનો વારો આવશે : લાલજી પટેલ

એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે ગાંધીનગરમાં બિન અનામત મુદ્દે આંદોલન કરી રહેલી મહિલાઓ સાથે મુલાકાત કરી. તેમણે જણાવ્યુ હતુ કે, સરકારે આ મામલે યોગ્ય નિર્ણય કરવો જોઈએ. કોઈપણ બહેન સાથે અન્યાય ન થાય તે હિતમાં સરકારે નિર્ણય લેવો જોઈએ. જેમને સમાજે નેતા બનાવ્યા છે તેઓ રાજ ધર્મના બદલે સમાજ ધર્મ નિભાવે. જો આમ નહીં કરે તો ચૂંટણીમાં આગેવાનોએ ઘરે બેસવાનો વારો આવશે.

અલ્પેશનું સરકારને અલ્ટીમેટમ

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પરિપત્ર મામલે સરકારને ચીમકી આપી છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યુ કે, સરકાર 48 કલાકમાં પરિપત્ર વિવાદનો ઉકેલ લાવે.. જો આમ કરવામાં નહીં આવે તો ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવશે..તેમણે વધુમાં કહ્યુ કે, રાજ્યમાં કેટલાક શખ્સો દ્વારા માહોલ ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

ભૂમિ પૂજન માટે સાજ-શણગાર સાથે તૈયાર રામનગરી અયોધ્યા, ગુજરાતથી ચાંદી લઈને રવાના થયા સાધુ-સંત

pratik shah

ફેસબુક પર મિત્રતા કેળવી, યુવતીને પ્રેમજાળમાં ફસાવી અમદાવાદના યુવકે આચર્યુ નરાધમ કૃત્ય

Bansari

ચોમાસાની સમયસર શરૃઆત થઇ હોવા છતા સુરતમાં ચાર વર્ષનો સૌથી ઓછો વરસાદ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!