GSTV

નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવા મામલે વિવાદ : ફેંકનારને કોંગ્રેસે ગણાવ્યો ભાજપનો સક્રિય સભ્ય, ભાજપ હવે ભરાયું

કરજણ વિધાનસભાના ભાજપના પેરાશૂટ ઉમેદવાર અક્ષય પટેલના એક સમયના કટ્ટર હરિફ એવા પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળીયાનું મહત્વ એકાએક વધી ગયું છે. નાયબ મુખ્યમંત્રી ઉપર ચંપલ ફેંકવાના બનાવમાં પોલીસે પકડેલો કાર્યકર ભાજપનો આગેવાન હોવાનું ખૂલતાં ભાજપના વર્તુળોમાં સન્નાટો છવાયો હતો. જ્યારે આ બનાવને કોંગ્રેસનું કાવત્રુ ગણાવનાર ભાજપના નેતાઓ પણ ચૂપ થઇ ગયા હતા.

બનાવને કોંગ્રેસનું કાવત્રુ ગણાવનાર ભાજપના નેતાઓ પણ ચૂપ

એક તબક્કે ભાજપે જેને કાપ્યા હતા તે પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળીયાને આગળ કરવાની ફરજ પડી હતી. પૂર્વ ધારાસભ્યએ તાબડતોબ પ્રેસ કોન્ફરન્સ યોજી જાહેર કર્યું હતું કે, ચંપલ ફેંકનાર કાર્યકર વર્ષ-૨૦૧૪ બાદ ભાજપનો સક્રિય સભ્ય બન્યો નથી. રશ્મિન પટેલ નામનો કાર્યકર વર્ષ-૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં મને હરાવવા માટે મારી સામે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર અક્ષય પટેલનો પ્રચાર કર્યો હતો.

ચંપલ ફેંકનાર ભાજપનો નારાજ કાર્યકર, કોંગ્રેસનો પ્રાથમિક સભ્ય પણ નથી

કોંગ્રેસના આગેવાને પુરાવા સાથે જાહેર કર્યું હતું કે,ચંપલ ફેંકનારને કોંગ્રેસ સાથે જોડી દઇ ભાજપના આગેવાનો પોતાનો અને પક્ષનો બચાવ કરી રહ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનિષ દોશીએ નિવેદન દ્વારા શિનોર તાલુકા પંચાયતની વર્ષ-૨૦૧૦ની ચૂંટણીના પરિણામની કોપી જાહેર કરી કહ્યું છે કે, રશ્મિન પટેલને ભાજપે ટિકિટ આપી હતી અને ત્યારબાદ કારોબારી ચેરમેન પણ બનાવ્યો હતો.

રશ્મિન પટેલને ભાજપે ટિકિટ આપી હતી અને ત્યારબાદ કારોબારી ચેરમેન પણ બનાવ્યો

રશ્મિન પટેલ કોંગ્રેસમાં પહેલાં પણ ન હતો અને આજે પણ નથી.તે કોંગ્રેસનો પ્રાથમિક સભ્ય પણ નથી. પરંતુ તે ભાજપના નારાજ જૂથમાં છે. ભાજપમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૃપાણી વચ્ચે ભાઇ અને ભાઉની લડાઇના ડેપ્યુટી સી.એમ. નીતિન પટેલ જૂથવાદનો ભોગ બન્યા છે.

ભાઇ અને ભાઉની લડાઇના ડેપ્યુટી સી.એમ. નીતિન પટેલ જૂથવાદનો ભોગ બન્યા

READ ALSO

Related posts

કોવીડ પ્રોટોકોલ મુજબ અંતિમ વિધિ થશે, અહેમદ પટેલની અંતિમ વિધિમાં રાહુલ ગાંધી આપશે હાજરી

pratik shah

આજે ભારત બંધ, કેન્દ્રની મોદી સરકારની ડિકેટશન નીતિઓ વિરુદ્ધ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનની એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલ

pratik shah

રાત્રે સ્વપ્નામાં આવે છે કોરોના ચારે બાજુ દેખાતા રહે છે વાયરસ : ઉંઘ નથી આવતી, પત્ની ફ્રીઝમાં શાકભાજીના ઢગલા કરતી જાય છે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!