GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

‘જો અમારી સરકારે પાંચ વર્ષમાં સારા કામ કર્યા હોય તો જીતાડજો બાકી બીજાને તક આપજો’

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ લોકસભાની ચૂંટણી અંગે મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે જો અમારી સરકારે સારી કામગીરી નહીં કરી હોય તો અન્ય લોકોને તક મળશે. તેમણે મતદારોને કહ્યું કે મતદાન કરતી વખતે પાંચ વર્ષમાં સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યને ધ્યાનમાં લીધા પછી જ મતદાન કરવું જોઈએ.

ગડકરીએ કહ્યું કે આ લોકસભા ચૂંટણી એ સરકારની પરીક્ષા છે. તેમણે કહ્યું કે સત્તામાં રહેલી સરકારને ફક્ત ચૂંટણીઓમાં કામના આધારે જ જોવી જોઈએ. જો મતદારો માને છે કે સરકારે આ પાંચ વર્ષમાં વધુ સારું કર્યું છે તો તેમને સત્તા પર આવવાની બીજી તક આપવી જોઈએ. પરંતુ જો સરકારનું કાર્ય સંતોષકારક નથી તો બીજાઓને તક મળવી જોઈએ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કરવામાં આવેલા કામોના આધારે ચૂંટણીના મેદાને છે. બજેટમાં મોદી સરકારે આ વખતે પણ પ્રયાસ કર્યો છે કે દરેક ક્ષેત્રના લોકોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવે. વાત આવકવેરાની હોય કે ખેડૂતોના ખાતામાં રોકડ સીધી ટ્રાન્સફર કરવાની યોજના હોય. સરકાર ગરીબ ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયા આપશે, જેની બે હજાર રૂપિયાનો પહેલો હપતો પહેલાથી જ આપવામાં આવી ચૂક્યો છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં કોરોનાને લઈને રાહતના સમાચાર, મોતનો આંક 10 દિવસ બાદ 25થી ઘટ્યો

Harshad Patel

કોરોનાના કેસો 57 લાખને પાર : આ 3 દેશો સૌથી વધુ પ્રભાવિત, રશિયામાં સંક્રમણ ચરમસીમાએ

Mansi Patel

ઓ બાપ રે… અમેરિકામાં 24 કલાકમાં નવા 19 હજાર કેસ અને 700નાં મોત, 62 હજાર તબીબો પોઝિટીવ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!