GSTV
Home » News » રૂપાણી સરકારે ટ્રાફિક દંડમાં આપેલી રાહત બાદ નીતિન ગડકરીનું મોટું નિવેદન

રૂપાણી સરકારે ટ્રાફિક દંડમાં આપેલી રાહત બાદ નીતિન ગડકરીનું મોટું નિવેદન

કેન્દ્રીય વાહન વ્યવ્હાર પ્રધાન નીતિન ગડકરીએ ટ્રાફિક નિયમોમાં ગુજરાત સરકારે કરેલા ફેરફાર અંગે નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ કે, નવા મોટર-વ્હીકલ એક્ટમાં ફેરફાર કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્વતંત્ર છે. રાજ્ય સરકાર આ કાયદામાં ફેરફાર કરી નવા કાયદા લાગૂ કરી શકે છે. ગુજરાતની ભાજપ સરકારે નવા નિયમને લાગૂ કરી હેલમેટ ન પહેરવા પર હજાર રૂપિયાનો દંડ ઘટાડી 500 રૂપિયા કર્યો છે. ગુજરાત સરકારે લાગૂ કરેલા નિયમ બાદ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પ્રતિક્રિયા આપી છે.

ગુજરાતમાં ટ્રાફિકના નિયમોમાં કર્યા આ બદલાવ

અનેક લોકો મોબાઈલ પર વાતચીત કરતાં કરતાં વાહન હંકારતા હોય છે. અને તેને કારણે ઘણા લોકો અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે. ત્યારે ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા પર પહેલી વખત પકડાય તો 500 રૂપિયા અને બીજી વખત પકડાય તો 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ફોર વ્હિલરમાં ઘણા લોકો ડાર્ક ફિલ્મ લગાવતા હોય છે. કાચ પર ડાર્ક ફિલ્મ લગાવવા પર પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ થશે. તો અવાજ પ્રદુષણ કરીને વાહન ચલાવનારને 1000 રૂપિયાના દંડની જોગવાઈ કરાઈ છે.

વીઓ-3. તો ઘણા લોકો વાહનો આડેધડ પાર્ક કરતાં હોય છે. જ્યાં વાહન ઉભુ રાખે ત્યાં જ પાર્ક કરતાં હોય છે. અને તેને કારણે ટ્રાફિકની સમસ્યા વધે છે. ત્યારે ટ્રાફિકમાં અડચણરૂપ પાર્કિંગ કરવા પર પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ થશે. અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ ફટકારવામાં આવશે. એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડને જગ્યા નહીં આપનાર વાહનચાલકને 1000 રૂપિયાનો દંડ કરાશે. જાહેરમાં રેસ કરવા પર ૫૦૦૦ હજાર રૂપિયાનો દંડ થશે. રસ્તા પર પૂર ઝડપે બાઈક ચલાવવા સામે સખતાઈથી કામ લેવાશે. સીએમ રૂપાણીએ કહ્યું કે નિયમો લોકોને હેરાન કરવા નહીં પણ લોકોની સુરક્ષા માટે છે. સામાન્ય માણસ અને વીઆઈપી માટે એક જ નિયમ છે.

READ ALSO

Related posts

આ શહેરના વકીલ મંડળના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સાયકલ લઈને પહોચ્યાં ઓફિસે

Nilesh Jethva

ટ્રાફિકના નવા કાયદાનો આ પાર્ટીએ કર્યો વિરોધ, આપી જલદ આંદોલનની ચીમકી

Nilesh Jethva

એએમસીની ઘોર બેદરકારી, પકડેલા ઢોરને દયનીય સ્થિતિમાં રાખવામાં આવે છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!