કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ અધિકારીઓને આપેલી ધમકીના કારણે તેઓ ફીરવાર ચર્ચામાં આવ્યા છે. તેમણે એક કાર્યક્રમમાં હાજરી આપતા જણાવ્યુ હતુ કે, આઠ દિવસમાં કામ પૂરૂ નહીં કરો તો લોકોના હાથે માર ખાવો પડશે. ગડકરીએ અધિકારીઓની આળસુ નીતિ પર નારાજગી વ્યકત કરતા આ પ્રકારનું નિવેદન આપ્યુ હતુ. આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે, આરટીઓના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જે દરમ્યાન તેમણે કેટલાક અધિકારીઓને ખખડાવ્યા પણ હતા.
નાગપુર લોકસભા સીટનું પ્રતિનિધિત્વ કરનારા ગડકરીએ કહ્યું કે, મેં તેમને કહ્યું છે કે આ સમસ્યાનો આઠ દિવસની અંદર નિરાકરણ લાવો બાકી હું લોકોને કહીશ કે ધોલાઈ કરો. મારા ગુરૂએ મને શીખવ્યું છે કે એવી વ્યવસ્થા હટાવો જે ન્યાય ન આપતી હોય.
પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા નીતિન ગડકરીએ બાદમાં કહ્યું હતું કે, હું સમસ્યાના વિશે વાત કરી રહ્યો હતો.
READ ALSO
- હવે આ રીતે ગેસ બુકિંગ કરાવી બિલકુલ ફ્રીમાં મેળવો LPG સિલિન્ડર
- ફોટામાં જુઓ કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહેલાં ખેડૂતોની દિલ્હી કૂચ, ટ્રેક્ટર પરેડમાં ક્યાં કેવી થઈ ધમાલ
- લાલ કિલ્લા પર જ્યાં પીએમ લહેરાવે છે તિરંગો, ત્યાં ખેડૂતોએ લહેરાવ્યો પોતાનો ઝંડો
- શું તમારા PF ખાતામાં હજુ સુધી નથી આવ્યા પૈસા? તો આ નંબર પર કરો મિસ કોલ, તરત મળી જશે જાણકારી
- મહત્વનું/ સરકારી કર્મચારીની એપ્રિલમાં વધશે ગ્રેચ્યુટી અને પ્રોવિડન્ટ ફંડ, આ થશે ફાયદાઓ