GSTV
Gujarat Government Advertisement

સરકાર ફેલ/ પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટે તમે રસ્તો બદલી દો, મોદી સરકારના મંત્રી ગડકરીએ વાહનચાલકોને આપી આ સલાહ

Last Updated on February 16, 2021 by Pravin Makwana

પેટ્રોલ ડીઝલની વધી રહેલી કિંમતોના કારણે સામાન્ય લોકોના ખિસ્સા પર ભાર વધી રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓ દ્વારા સરકારને આ મુદ્દે ઘેરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ બધા વચ્ચે કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે અમારી સલાહ છે કે દેશને વૈકલ્પિક ઇંધણ તરફ આગળ વધવું જોઇએ.

ગડકરીએ આગળ કહ્યું કે દેશ માટે હવે વૈકલ્પિક ઇંધણ તરફ જવાનો સમય આવી ગયો છે, આ મારી સલાહ છે. હું પહેલાંથી જ વીજળીનો એક ઇંધણના રુપમાં પ્રસાર-પ્રચાર કરું છું કારણ કે ભારતમાં સરપ્લસ વીજળી ઉત્પાદન થાય છે.

કેન્દ્રિય સડક પરિવહન અને રાષ્ટ્રીય માર્ગ મંત્રી ગડકરીએ કહ્યું કે આપણે ભારતમાં 81 ટકા લિથિયમ આયન બેટરી બનાવીએ છીએ. લિથિયમ આયનના વિકલ્પ માટે મારા મંત્રાલયે પહેલ કરી છે. તમામ સરકારી પ્રયોગશાળાઓમાં આ અંગે સંશોધન ચાલી રહ્યું છે. આ સિવાય મંત્રાલય હાઇડ્રોજન ઇંધણને પણ વિકસિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છેકે, છેલ્લા આઠ દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશના અનેક ભાગમાં પેટ્રોલ 100 રુપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ આજે 89.29 છે, જ્યારે ડીઝલનો ભાવ 79.70 પ્રતિ લીટર છે. તો આ તરફ મુંબઇમાં પેટ્રોલની કિંમત વધીને 95.75 રુપિયા અને ડીઝલની કિંમત 86.72 રુપિયા પ્રતિ લીટર થઇ છે. દેશના કેટલાક શહેરોમાં તો પેટ્રોલનો ભાવ 100 રૂપિયાએ પહોંચવા આવ્યો છે. સરકારે આ મામલે હાથ અદ્ધર કરી દીધા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ

Dhruv Brahmbhatt

દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર

Pravin Makwana

કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!