પ્લાસ્ટિકની બોટલ માટે સરકારે વિકલ્પ શોધી લીધો છે. અમઅસઅમઈ મંત્રાલય હેઠળ કાર્ય કરતા ખાદી ગ્રામઉદ્યોગ આયોગે વાંસની બોટલનું નિર્માણ કર્યું છે. આ બોટલની ક્ષમતા ઓછામાં ઓછી 750 એમએલની હશે. આ બોટલોની કિંમત 300 રૂપિયાથી શરૂ થશે.

આ બોટલ પર્યાવરણને અનુકુળ થવાની સાથે સાથે ટકાઉ પણ છે. કેન્દ્રીય એમ.એસ.એમ.ઇ. મંત્રી નિતિન ગડકરીએ આ વાંસની બોટલ લોન્ચ કરી છે અને આજથી ખાદી સ્ટોરમાં આ બોટલનું વેચણ શરૂ કરવામાં આવ્યું છે.
ગ્રામોદ્યોગના સ્ટોર ઉપર જઈને તમે વાંસની બોટલ, ગાયના છાંણમાંથી બનેલો સાબુ વગેરે વસ્તુઓ ખરીદી શકો છો. ખાદી ગ્રામોદ્યોગ આયોગના ચેરમેન વિનય કુમાર સક્સેનાએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિક બોટલના બદલે લોન્ચ કરવામાં આવેલ વાંસની બોટલની ક્ષમતા ઓછામાં ઓછી 750 એમએલ છે. તેની શરુઆતની કિંમત 300 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ બોટલ પર્યાવરણ માટે અનુકુળ છે અને ટકાઉ પણ છે.

તેમણે જણાવ્યું કે વાંસનું સૌથી વધુ ઉત્પાદન કરતો ભારત વિશ્વમાં બીજો દેશ છે. પરંતુ આપણે તેનો ઉપયોગ ઉત્પાદનોમાં 5 ટકા જેટલો જ કરીએ છીએ. જ્યારે ચીન પોતાના ફર્નિચરમાં 90 ટકા વાંસનો ઉપયોગ કરે છે. સક્સેનાએ જણાવ્યું કે વાંસની બોટલની કિંમત તમના આકાર પર નિર્ભર કરશે.
Read Also
- વજન ઘટાડવા નીતા અંબાણી કરે છે રોજ આ બે કામ, તમે પણ ટ્રાય કરી જુઓ માખણની જેમ ઓગળશે ચરબી
- શું તમારી પાસે છે આ હેલ્થ પોલિસી, તો તમને મળી શકે છે ફ્રી કોવિડ વેક્સિન
- આંદોલન બન્યું ઉગ્ર/ રૂટ બદલીને લાલ કિલ્લા તરફ વધ્યો ખેડૂતોનો એક જથ્થો, તમામ બેરીકેડિંગ તોડીને ટ્રેક્ટર આગળ વધ્યા
- વિવાદ થશે/ નામ પાછળ અટક ન લખવા માટે દેશની દરેક વ્યક્તિને મંજૂરી આપો, હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો
- શું તમે પણ નસકોરાના અવાજથી છો પરેશાન ?તો અજમાવો આ ટીપ્સ અને નસકોરાથી મેળવો છૂટકારો