GSTV

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનું ટેસ્ટિંગ, 170 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી નીતિન ગડકરીની કાર

Last Updated on September 17, 2021 by Pritesh Mehta

કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ રતલામ ખાતે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ચાલી રહેલા કામનું નિરીક્ષણ કર્યું હતુ. આ માટે તેઓ કારમાં બેસીને જાત નિરીક્ષણ માટે નિકળ્યા હતા. જેમાં તેમની કાર આશરે 170 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવાઈ હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. ગડકરીએ પહેલા હેલિકોપ્ટરથી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું નિરીક્ષણ કર્યું. અને ત્યારબાદ તેમણે કારમાં સવાર થઈને એક્સપ્રેસ વેનું નિરીક્ષણ કર્યું.

એક્સપ્રેસ

રતલામ જિલ્લાના જાવરામાં નિર્માણાધીન એક્સપ્રેસ વેની ગુણવત્તા અને કાર્યની ગતિ નિહાળવા માટે ગડકરીએ પહેલા હેલિકોપ્ટરથી નિરીક્ષણ કર્યું. અને ત્યારબાદ એક્સપ્રેસ વે પર 170 કિલોમીટરથી ઉપરની ગતિએ કાર ચલાવીને પણ રોડનું જાત  નિરીક્ષણ કર્યું. આ એક્સપ્રેસ વેની પ્રસ્તાવિત સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે.ગડકરીની સાથે કામરમાં સાંસદ ગુમાનસિંહ ડામોર. અનિલ ફિરોજીયા. અને સુધીર ગુપ્તા તથા સુધીર ગુપ્તા તથા રતલામ જિલ્લાના ધારાસભ્ય ચેતન્ય કશ્યપ સહિત અન્ય લોકો હાજર હતા

એક્સપ્રેસ વે મધ્યપ્રદેશના ત્રણ જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે. અને તેની લંબાઈ 245 કિલોમીટર છે. મધ્યપ્રદેશમાં આ માર્ગ રતલામ. મંદસૌર અને ઝાબુઆ જિલ્લામાંથી પસાર થશે. આ એક્સપ્રેસ વેનું કાર્ય નવેમ્બર-2022 સુધીમાં પૂર્ણ થઈ શકે છે. પહેલા તબક્કામાં 8 લેન તથા ત્યારબાદ 12 લેન સુધી માર્ગનું નિર્માણ પ્રસ્તાવિત છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!